ચાઈનીઝ ટેક કંપની કોમર્શિયલ 5Gના પ્રયાસોમાં એક વર્ષ પૂરા થવાના અવસરે સેલિબ્રેટ ઈવેન્ટ લોન્ચ કરવાની છે. કંપનીએ ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો પર તેની પોસ્ટ શેર કરી છે. તેમાં રહેલાં ઈંફોગ્રાફિક્સ અનુસાર કંપની તેનું પ્રથમ સ્માર્ટ ટીવી પણ લોન્ચ કરશે. રિપોર્ટ્સ અનુસાર તેને આ વર્ષનાં અંત સુધમાં લોન્ચ કરવામાં આવી શકે છે. હાલ કંપની સ્માર્ટફોન, ઈયરબડ્સ અને વિયરેબલ પ્રોડક્ટ્સ બનાવે છે. કંપની હવે નવી IOT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) પ્રોડક્ટ્સ પર કામ કરી રહી છે.
ઓપોના વાઈસ પ્રેસિડન્ટ લિયૂ બોએ ચાઈનીઝ મીડિયાને જણાવ્યું હતું કે, હવે કંપની સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં એન્ટ્રી મારશે. કંપની વર્ષના બીજા 6 માસિકગાળામાં પ્રથમ ટીવી લોન્ચ કરશે. પહેલાં કંપની એન્ડ્રોઈડ સ્માર્ટ ટીવી લોન્ચ કરશે. તેમાં વન પ્લસ અને સેમસંગ ટીવીમાં મળતા ફીચર્સ મળી શકે છે.
સેમસંગ અને વનપ્લસ સહિતની બ્રાન્ડ્સને ટક્કર મળશે
સ્માર્ટ ટીવીની ડિમાન્ડ વધી રહી છે અને તેમાં ટેક બ્રાન્ડ વચ્ચે હરિફાઈ જોવા મળી રહી છે. શાઓમી, હુવાવે, ઓનર, મોટોરોલા, વન પ્લસનાં સ્માર્ટ ટીવી માર્કેટમાં અવેલેબલ છે. તાજેતરમાં રિઅલમી અને નોકિયાએ પણ તેનું પ્રથમ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. ઓપોનું ટીવી લોન્ચ થતાં અન્ય બ્રાન્ડ્સને ટક્કર મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30fPqfb
No comments:
Post a Comment