Thursday, 11 June 2020

હવે ફેસબુકની જેમ ટ્વિટરમાં પણ ટ્વીટ્સ પર ઈમોજી રિએક્શન આપી શકાશે

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર તેના અપકમિંગ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરની મદદથી યુઝર ફેસબુકની જેમ ટ્વિટરમાં પણ ઈમોજી રિએક્શન આપી શકશે. હોંગ કોંગની ટેક એક્સપર્ટ જેન વોંગે ટ્વિટરના આ અપકમિંગ ફીચર વિશે ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

જેનના ટ્વીટ અનુસાર રીટ્વીટ્સ કરતી વખતેઈમોજી રિએક્શનનો પણ ઓપ્શન મળશે. ઈમોજી રિએક્શનમાં 100%, બ્લોક, લાફ, સરપ્રાઈઝ અને ફોલ્ડેડ હેન્ડ સામેલ છે. જોકે ટ્વિટર તેમાં ફેરફાર પણ લાવી શકે છે.

ફ્લીટ સાથે રીટ્વીટ કરવાની સુવિધા
જેને કરેલાં ટ્વીટમાં ટ્વિટરનું અન્ય આગામી ફીચર પણ જોવા મળ્યું છે. આ નવાં ફીચરમાં યુઝર ‘ફ્લીટ’થી પણ રિએક્શન આપી શકશે. તાજેતરમાં જ ટ્વિટરમાં આ ફીચર ઉમેરાયું છે. તેમાં ઈન્સ્ટાગ્રામની જેમ 24 કલાકમાં કન્ટેન્ટ આપમેળે ડિલીટ થઈ જશે. ફ્લીટ ફીચર ગ્લોબલી લોન્ચ થયું છે. જોકે ઈમોજી રિએક્શન ફીચર ક્યારે લોન્ચ થશે તેની રાહ જોવાઈ રહી છે.

શું છે ફ્લીટ ફીચર

  • ‘fleet’ ફીચરમાં અન્ય સોશિયલ એપની જેમ 24 કલાક સુધી જ સ્ટોરીઝ જોઈ શકાય છે.
  • સ્ટોરીઝમાં યુઝર 280 કેરેક્ટરની ટેક્સ્ટ લખી શકશે.
  • યુઝર ફોટો, GIFs અને વીડિયો પણ સ્ટોરીઝમાં અપલોડ કરી શકશે.
  • જોકે, ટ્વીટ્સની જેમ લાઈક અને રીટ્વીટ્સ સ્ટોરીઝમાં નહીં કરી શકાય.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Now, like Facebook, Twitter can also give emoji reactions to tweets very soon


from Divya Bhaskar https://ift.tt/3fhGIRE

No comments:

Post a Comment