Friday, 12 June 2020

ટૂંક સમયમાં ‘Mi 10’ અને ‘વન પ્લસ 8’ સ્માર્ટફોન સિરીઝના યુઝર્સ એન્ડ્રોઈડ 11નો ઉપયોગ કરી શકશે

ગૂગલે તાજેતરમાં જ તેની ઓપરેટિંગ સિસ્ટમ ‘એન્ડ્રોઈડ 11’નું પ્રથમ બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. હાલ તેનો ઉપયોગ માત્ર પિક્સલ ડિવાઈસ યુઝર્સ જ કરી શકે છે. ટૂંક સમયમાં ‘Mi 10’ અને ‘વન પ્લસ 8’ સ્માર્ટફોન સિરીઝના યુઝર્સ પણ તેનો લાભ ઉઠાવી શકશે. શાઓમીના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટ મનુકુમાર જૈને અને વન પ્લસ કંપનીએટ્વીટ કરી તેની માહિતી આપી છે.

હાલ ગ્લોબલી એન્ડ્રોઈડ ડિવાઈસમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરે છે. આવતા વર્ષે એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ ગ્લોબલી લોન્ચ થવાની છે. પ્રોટોકોલ પ્રમાણે હાલ તેનું પ્રથમ બીટા વર્ઝન લોન્ચ થયું છે. હવે ટૂંક સમયમાં પિક્સલ ડિવાઈસ સાથે ‘Mi 10’,‘Mi 10 પ્રો’, ‘વન પ્લસ 8’ અને ‘વન પ્લસ 8 પ્રો’ સ્માર્ટફોન યુઝર્સ પણ તેનો લાભ મેળવી શકશે. જોકે તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની નક્કર માહિતી કોઈ પણ કંપનીએ આપી નથી.

એન્ડ્રોઈડ 11:એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમના પ્રથમ બીટા વર્ઝનમાં પીપલ, કન્ટ્રોલ અને પ્રાઈવસી એમ ત્રણ કેટેગરીમાં જુદાં જુદાં ફીચર્સ ઉમેરાયા છે.
પીપલ
એન્ડ્રોઈડ 11 બીટામાં નોટિફિકેશન વિન્ડોમાં કન્વર્ઝેશનનો ઓપ્શન મળશે. તેની મદદથી યુઝર જે તે ચેટ થ્રેડ માટે રિમાઈન્ડર અને હોમસ્ક્રીન શોર્ટકર્ટ બનાવી શકશે. આ સિવાય બબલ ફીચર પણ ઉમેરાયું છે. તેની મદદથી યુઝરને વન ટેપમાં આખી ચેટનો એક્સેસ મળશે.
કન્ટ્રોલ
આ કેટેગરીનાં ફીચર્સમાં સ્માર્ટ હોમ ડિવાઈસમાં વધારે સરળ કન્ટ્રોલ ફીચર્સ મળશે. માત્ર ટેપિંગથી લાઈટ્સ ઓન/ઓફ, AC ઓન/ઓફ, ટેબલ લેમ્પ ઓન/ઓફ, વેક્યુમ ક્લીનર સ્ટેન્ડ બાય કરી શકાશે. આ સિવાય સ્માર્ટ ટીવીનું મીડિયા કન્ટ્રોલ પણ મળશે.
પ્રાઈવસી
તેમાં એપના ડિવાઈસ માઈક્રોફોન, કેમેરા અને લોકેશન એક્સેસની પરમિશન સેટ કરી શકાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Users of 'Mi 10' and 'One Plus 8' smartphone series will soon be able to use Android 11


from Divya Bhaskar https://ift.tt/2XSjmwf

No comments:

Post a Comment