Thursday, 11 June 2020

NFC અને પિરિયડ ટ્રેકર સપોર્ટ કરતો ‘Mi બેન્ડ 5’ લોન્ચ થયો, 11 સ્પોર્ટ મોડ મળશે

ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ચીનમાં તેનો નેક્સ્ટ જનરેશન ફિટનેસ બેન્ડ ‘Mi બેન્ડ 5’ લોન્ચ કર્યો છે. તેના વિથ NFC અને વિથ આઉટ NFC સપોર્ટ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. બેન્ડમાં 8 કલર સ્ટ્રિપ ઓપ્શન આપવામાં આવશે. તેમાં ખાસ વુમેન હેલ્થ મોડ આપવામાં આવ્યો છે, જે પિરિયડ ટ્રેક કરે છે. આ સિવાય તેમાં હેલ્થ ફીચરમાં હાર્ટ રેટ સેન્સર અને સ્લીપ મોનિટરિંગ ફીચર મળશે.

કિંમત અને અવેલેબલિટી
‘Mi બેન્ડ 5’નાં નોન NFC વેરિઅન્ટની કિંમત 189 ચીની યુઆન (આશરે 2,000 રૂપિયા) અને NFC વેરિઅન્ટની કિંમત 229 ચીની યુઆન (આશરે 2,500 રૂપિયા) છે. તેનાં બ્લેક, બ્લૂ, પિંક, ઓરેન્જ, પર્પલ, યલો અને ગ્રન સ્ટ્રિપ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. જોકે, તેના ગ્લોબલ લોન્ચ વિશે હજું પણ સસ્પેન્સ જ છે.

‘Mi બેન્ડ 5’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ બેન્ડમાં 1.1 ઈંચની કલર AMOLED ડિસ્પ્લે મળે છે.
  • આ ફિટનેસ બેન્ડ 11 સ્પોર્ટ મોડ સપોર્ટ કરે છે.
  • હેલ્થ ફીચર તરીકે તેમાં સ્લીપ અને હાર્ટ રેટ મોનિટરિંગ મળશે.
  • શાઓમીના લેટેસ્ટ બેન્ડમાં મહિલાઓ માટે ખાસ વુમેન હેલ્થ મોડ આપવામાં આવ્યો છે. તેની મદદથી મહિલાઓ કોઈ પણ એડિશનલ એપ વગર પિરિયડ ટ્રેક કરી શકશે.
  • બેન્ડ સોશિયલ મીડિયા નોટિફિકેશન, મ્યૂઝિક કન્ટ્રોલ, ઈનકમિંગ કોલ, વેધર અપડેટ સહિત સુવિધાઓ સપોર્ટ કરે છે.
  • તેમાં રિઅલમીની સ્માર્ટવોચની જેમ રિમોટ કન્ટ્રોલ કેમેરા ફીચર મળશે. તેની મદદથી યુઝર સ્માર્ટફોનથી ફોટો ક્લિક કરી શકશે.
  • તે વોઈસ કમાન્ડ પણ સપોર્ટ કરે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Mi Band 5' launched supporting NFC and Period Tracker, gets 11 sport modes


from Divya Bhaskar https://ift.tt/2YtwNle

No comments:

Post a Comment