ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપમાં નવાં ફીચર માટે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ નવાં ફીચરની મદદથી યુઝર એકસાથે 4 અલગ અલગ ડિવાઈસમાં લોગ ઈન કરી શકશે. વ્હોટ્સએપના સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ wabetainfoએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
Yes, it's the ability to use your WhatsApp account from 4 devices at the same time.
— WABetaInfo (@WABetaInfo) June 12, 2020
Under development, but it's great!
📱📱📱📱 pic.twitter.com/JYvtMahrag
હાલ વ્હોટ્સએપમાં એક જ લોગ ઈન ડિવાઈસ સપોર્ટ છે. અર્થાત યુઝર મોબાઈલમાં વ્હોટ્સએપ વેબ દ્વારા એક જ PC/લેપટોપ પર લોગ ઈન કરે છે. આ સિવાય જો કોઈ એક ફોનમાં વ્હોટ્સએપ ઈન્સ્ટોલ્ડ હોય તેનો યુઝર ઉપયોગ કરી રહ્યો હોય તો તે જ નંબરથી બીજા મોબાઈલમાં વ્હોટ્સએપ ઈનસ્ટોલ્ડ કરી શકાતું નથી. હાલ મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ ફીચરનું એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસ પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ ફીચર માટે વ્હોટ્સએપ 1 વર્ષથી કામ કરી રહી છે
કોઈ પણ એક ડિવાઈસનાં એક્શન તમામ ડિવાઈસ પર લાગુ થશે
આ નવાં ફીચરની મદદથી યુઝર એકસાથે 4 ડિવાઈસ પર એક્ટિવ રહી જુદી જુદી એક્ટિવિટી કરી શકે છે પરંતુ એક્શનના રિઝલ્ટ તમામ ડિવાઈસ પર એકસરખા મળશે. અર્થાત જો કોઈ એક ડિવાઈસમાં યુઝરે કોઈ એક ચેટ ડિલીટ કરી છે તો અન્ય 3 ડિવાઈસમાંથી પણ તે આપમેળે ડિલીટ થઈ જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3d4zUWk
No comments:
Post a Comment