શાઓમી તેનાં અપકમિંગ સ્માર્ટફોન ‘રેડમી 9’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં ફોનનાં અનેક લીક સામે આવી ચૂક્યા છે. હવે ફોન એક રશિયન ઈ કોમર્સ સાઈટ અલીએક્સપ્રેસ પર લિસ્ટ થયો છે. લિસ્ટ અનુસાર રેડમી 9 ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. આ 3 રિઅર કેમેરા સેટઅપની નીચે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. રિપોર્ટ્સ અનુસાર ફોન 25 જૂને લોન્ચ થઈ શકે છે.
રેડમી 9ની ડિઝાઈન
GizmoChinaના રિપોર્ટ અનુસાર, ફોનમાં વૉટરડ્રોપ સ્ટાઈલ નોચ ડિસ્પ્લે મળશે. અલીએક્સપ્રેસના ઓનલાઈન લિસ્ટિંગ અનુસાર, ફોનની બેક પેનલમાં 3 રિઅર કેમેરા અને ફિંગર પ્રિન્ટ સેન્સરનું વર્ટિકલ ફોર્મેટ મળશે અને તેની બાજુંમાં અલગથી ચોથું ઈમેજ સેન્સર અને LED ફ્લેશ લાઈટ મળશે. રિપોર્ટ અનુસાર ફોન ચીનમાં 25 જૂને લોન્ચ થઈ શકે છે.
રેડમી 9નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- અલીએક્સપ્રેસના લિસ્ટિંગ મુજબ આ ફોનમાં 6.53 ઈંચની ફુલ HD ડિસ્પ્લે અને મિડલ હોલ પંચ ડિઝાઈન મળશે.
- તેમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસર મળશે.
- ફોનનાં 3GB +32 GB અને 4GB +64GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
- તેમાં 13MP + 8MP + 5MP + 2MPનું રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
- સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
- તેમાં 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5020mAhની બેટરી મળી શકે છે.
- ફોનનાં સનસેટ પર્પલ, ઓશિયન ગ્રીન અને કાર્બન બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
- ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 12,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3h3zD8Z
No comments:
Post a Comment