આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ બ્રાન્ડ એમેઝોને તેનાં પોલીસ ફેશિયલ રેકગ્નાઈઝેન સોફ્ટવેર પર 1 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. એક સિવિલ રાઈટ્સ એડવોકેટે સર્વેલન્સ ટેક્નોલોજીમાં સંભવિત જાતિવાદી ભેદભાવને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. આ અગાઉ અમેરિકાની મલ્ટિનેશન ટેક કંપની IBMએ પણ માસ સર્વેલન્સ માટે પોતાના ફેશિયલ રેકગ્નાઈઝેન સોફ્ટવેર પર રોક લગાવી ચૂકી છે. 25મેએ પોલીસ અટકાયતમાંજ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ પર કંપનીએ પ્રતિક્રિયા આપવા માટે આ નિર્ણય લીધો.
માનવ તસ્કરી રોકવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ ચાલુ રહેશે-એમેઝોન
- એમેઝોનના જણાવ્યા અનુસાર, તેનાં રેકગ્નાઈઝેન સોફ્ટવેરમાં લૉ એન્ફોર્સમેન્ટ યુઝનું સસ્પેન્સશન અમેરિકાના સાંસદોને નવા કાયદા બનાવવા માટેનો અવસર છે. તેથી એ જાણી શકાય કે ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે.
- એમેઝોનના જણાવ્યા અનુસાર, કંપનીએ સરકારને ફેશિયલ રેકગ્નાઈઝેનના નૈતિક ઉપયોગનો નિયંત્રિત કરવા માટે મજબૂત નિયમો લાગુ કરવા વકાલાત કરી છે. આ દિવસોમાં કોંગ્રેસ આ પડકારને લેવા તૈયાર છે.
- કંપનીને આશા છે કે આ 1 વર્ષના સમયગાળામાં કોંગ્રેસ યોગ્ય નિયમ લાગુ કરશે અને કંપની મદદ કરવા તૈયાર છે.
- જોકે આ સોફ્ટવેરનો ઉપયોગ માનવ તસ્કરી રોકવા માટે કરી શકાશે.
અગાઉ અનેક વખત ટેક્નોલોજી પર સવાલો ઉઠ્યા હતા
- અન્ય ફેશિયલ રેકગ્નાઈઝેન પ્રોડક્ટ્સની જેમ એમેઝોન રેકગ્નાઈઝેન સોફ્ટવેર આર્ટિફિશિયલ ઈન્ટિલિજન્સનો ઉપયોગ ખૂબ જ ઝડપથી એક તસવીરની સરખામણી કરવા માટે કરે છે.
- પરંતુ સંભવિત પક્ષપાત પર કેટલાક સમય માટે ફેશિયલ રેકગ્નાઈઝેન ટેક્નોલોજીની આલોચના થઈ હતી. એક રિસર્ચ અનુસાર, મોટા ભાગના અલ્ગોરિધમ શ્વેત લોકો કરતાં અશ્વેત અને અન્ય અલ્પસંખ્યકોના ચહેરાંની ખોટી ઓળખાણ કરે છે. જોકે પહેલાં એમેઝોનને પક્ષપાતોની વાતોથી પોતાનો બચાવ કર્યો હતો.
જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ પછી સોફ્ટવેરની ટીકાઓ થઈ
- એક આફ્રિકી અમેરિકન વ્યક્તિ જ્યોર્જ ફ્લોઈડનું મૃત્યુ થયા બાદ પોલીસની કાર્યનીતિ સાથે લૉ એન્ફોર્સમેન્ટ માટે ટેક્નોલોજી પર સવાલો ઉભા કર્યા છે.
- કોંગ્રેસને IBMના મુખ્ય કાર્યકારી અધિકારી અરવિંદ કૃષ્ણાએ પત્ર લખી જણાવ્યુ હતું કે, જાતિવાદ વિરુદ્ધ લડત હંમેશાની જેમ જરૂરી છે. પોલીસ સુધાર, ટેક્નોલોજીનો જવાબદારી પૂર્વક ઉપયોગ અને શિક્ષાના અવસર માટે 3 ક્ષેત્રોનો ઉલ્લેખ પણ કર્યો હતો.
કાયદા માટે
- હાલના મહિનાઓમાં કોંગ્રેસ ટેક્નિક સંભવિત કાયદાનું આંકલન કરી રહી છે, કારણ કે સાંસદો, કંપનીઓ અને નાગરિક સ્વતંત્રતા કાર્યકર્તાઓએ સર્વેલન્સ સોફ્ટવેરના સારા રેગ્યુલેશન માટે કહ્યું છે.
- હાઉસ ડેમોક્રેટસે સોમવારે એક પોલીસ સુધાર બિલ રજૂ કર્યું જે ફેડરલ લૉ એન્ફોર્સમેન્ટના રિઅલ ટાઈમ ફેસ રેકગ્નાઈઝેનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે, પરંતુ કેટલાક કાર્યકર્તાઓએ કહ્યું છે કે આ આઈડિયા લાંબો સમય સુધી નહિ ટકી રહે.
- અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને કહ્યું કે, પોલીસ બોડી કેમેરા ફૂટેજ પર ચહેરાની ઓળખાણના દરેક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને સ્થાનિક લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ માટે ફેડરલ ફંડિંગ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ, જે આ પ્રકારની ટેક્નોલોજીના ઉપયોગ પર રોક નથી મૂકતા.
25 મેના રોજ જ્યોર્જ ફલોઈડનું મૃત્યુ થયું હતું
મિનેસોટા રાજ્યના મિનેપોલિસ શહેરની પોલીસે 25 મેના રોજ ફલોઈડને છેતરપિંડીના આરોપમાં પકડ્યો હતો. આ દરમિયાન તેને હાથકડી પહેરાવી અને જમીન પર ઊંધો સૂવડાવીને તેના ગળા પર આશરે ગોઠણથી 9 મિનિટ સુધી ભાર આપી દબાવી રાખ્યો. આ કારણે જ્યોર્જના શ્વાસ બંધ પડી ગયા અને તેનું મોત થયું. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતા પ્રદર્શન શરુ થઇ ગયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cUdeYq
No comments:
Post a Comment