સરકારે 59 ચાઈનીઝ એપ્સને ભારતમાં બેન કરી છે. તેની સાથે જ ટિકટોક સહિતની એપના દેશી વિકલ્પની ડિમાન્ડ વધી છે. ચાઈનીઝ એપ ટિકટોક બેન થતાં હવે યુઝર્સ સ્વેદશી ટિકટોક કહી શકાય તેવી ‘ચિંગારી’ એપ તરફ વળ્યા છે. થોડા દિવસ અગાઉ એપને પ્લે સ્ટોપ પર માત્ર 10 લાખ ડાઉનલોડ્સ મળ્યા હતા. ટિકટોક બેન થતાં જ ગણતરીના દિવસોમાં આ આંકડો 1 કરોડને પાર પહોંચ્યો છે.
ચિંગારી એપ વર્ષ 2018માં જ લોન્ચ થઈ ચૂકી છે, પરંતુ અગાઉ ચાઈનીઝ પ્રોડક્ટ્સનો વિરોધ અને હવે ટિકટોક બેન થતાં એપ એકાએક લાઈમલાઈટમાં આવી ગઈ છે. એપના કો ફાઉન્ડર સુમિતે ગુરુવારના એપના કેટલાક આંકડાઓ દર્શાવતું એક ટ્વીટ પણ કર્યું છે. તે મુજબ ગુરુવારે ચિંગારી એપ પર 14.80 કરોડ વીડિયો જોવાયા હતા અને 36 લાખ વીડિયો લાઈક થયા છે. કંપનીએ એક મહિનાની અંદર 10 કરોડ ડાઉનલોડ્સનું લક્ષ્ય રાખ્યું છે.
148 million videos watched on Chingari platform yesterday, 3.6 million videos liked, managed to get this scale in 22 days. Lets talk about scale/retention/community #chingaripic.twitter.com/u3wzfh7Qrt
— Sumit Ghosh (@sumitgh85) July 3, 2020
આ સ્વદેશી એપને છત્તીસગઢના IT પ્રોફેશનલ્સ, ઓડિશાના ડેવલપર બિસ્વાત્મા અને કર્ણાટકના ગૌતમે વિકસાવી છે. આ એપને વિકસાવવામાં 2 વર્ષ લાગ્યા હતા. ગૂગલ પ્લે સ્ટોર પર એપ નવેમ્બર 2018માં લોન્ચ થઈ હતી. હાલ એપ સોશિયલ ફ્રી કેટેગરીમાં 2 નંબરે પહોંચી છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેને 4.1 સ્ટાર મળ્યા છે.
‘ચિંગારી’ એપનાં ફીચર્સ
- આ એપ એક શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે.
- તેનાં માધ્યમથી યુઝર્સ વીડિયો અપલોડ અને ડાઉનલોડ કરી શકે છે.
- એપથી ચેટિંગ પણ કરી શકાય છે.
- તેમાં ટ્રેન્ડિંગ ન્યૂઝ, એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ, ફની વીડિયો સોન્ગ અને વ્હોટ્સએપ સ્ટેટસ ડાઉનલોડ કરી શકાય છે.
- યુઝર પોતાના શોર્ટ વીડિયો શેર પણ કરી શકે છે. તેમાં GIF શેર કરવાની પણ સુવિધા મળે છે.
- આ એપ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી સહિત કુલ 11 ભાષા સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eXjvo7
No comments:
Post a Comment