માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર તેની પ્રોગ્રામિંગ ભાષામાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ બાદ કંપનીએ તેની પ્રોગ્રામિંગ ભાષામાંથી ‘માસ્ટર’, ‘સ્લેવ’, અને ‘બ્લેકલિસ્ટ’ જેવા શબ્દોને હટાવવાનો નિર્ણય લીધો છે. અમેરિકાની બેંક જેપી મોર્ગને પણ આ પ્રકારના પગલા લીધા છે. રંગભેદ અથવા જાતિવાદનો વિરોધ કરવા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે. જોકે એક્સપર્ટ્સ અનુસાર, આ તમામ ટર્મ્સને રિપ્લેસ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચો આવશે અને મહિનાઓનો સમય લાગશે.
Inclusive language plays a critical role in fostering an environment where everyone belongs. At Twitter, the language we have been using in our code does not reflect our values as a company or represent the people we serve. We want to change that. #WordsMatterhttps://t.co/JVO8968B7K
— Twitter Engineering (@TwitterEng) July 2, 2020
પ્રોગ્રામિંગ ભાષામાં ફેરફાર થશે
પ્રોગ્રામિંગ ભાષામાં ‘માસ્ટર’ કોડનાં મેઈન વર્ઝનને કહેવાય છે, જે સ્લેવ અને તેના રેપ્લિકાને કન્ટ્રોલ કરે છે. તો બીજી તરફ ઓટોમેટિકલી અસ્વીકાર કરવામાં આવતી વસ્તુઓને બ્લેકલિસ્ટ કહેવાય છે.
‘માસ્ટર’ને બદલે ‘લીડર’ અને ‘સ્લેવ’ને બદલે ‘ફોલોઅર’ શબ્દનો પ્રયોગ થશે
- ગુરુવારે ટ્વિટર એન્જિઅરિંગ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને જણાવ્યું કે, કંપની હવે તેની પ્રોગ્રામિંગ ભાષામાં ફેરફાર કરવા જઈ રહી છે. તે અંતર્ગત 'whitelist' ને બદલે 'allowlist', ‘માસ્ટર’ને બદલે ‘લીડર’ અને ‘સ્લેવ’ને બદલે ‘ફોલોઅર’ શબ્દનો પ્રયોગ થશે.
- ગત મહિને ટ્વિટરના CEO જેક ડોર્સીએ પૂર્વ NFL ખેલાડી કોલિનના નો યોર રાઈટ્સ કેમ્પેઈનને અલ્પસંખ્યક સમુદાયોના કલ્યાણના કાર્યોને વેગ આપવા માટે 30 મિલિયન ડોલર આશરે 22.41 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.
જેપી મોર્ગને પણ શબ્દોના ફેરફારની જાહેરાત કરી
અમેરિકાની બેંક જેપી મોર્ગને પણ જૂના કોર્ડિંગ ટર્મને બદલે નવા ટર્મના અમલની જાહેરાત કરી છે. કારણ કે બ્લેક લાઈવ્સ મેટર આંદોલન કોર્પોરેટ સેક્ટરથી જ શરૂ થયું હતું.
GitHub પણ કોડિંગમાંથી ‘માસ્ટર’ શબ્દ હટાવશે
સોફ્ટવેર ડેવલપર્સ જાયન્ટ GitHubએ જણાવ્યું હતું કે, તે તેની કોડિંગ ભાષામાંથી ‘માસ્ટર’ શબ્દ હટાવવા પર કામ કરી રહી છે. માઈક્રોસોફ્ટની માલિકીની આ ફર્મનો ઉપયોગ 5 કરોડ ડેવલપર્સ દ્વારા કોડિંગ પ્રોજેક્ટ્સને સ્ટોર કરવા અને અપડેટ કરવા થાય છે.
ગૂગલે પણ ડેવલપર્સને બ્લેકલિસ્ટ/વ્હાઈટલિસ્ટ શબ્દનો પ્રયોગ ન કરવા માટે કહ્યું
ગૂગલના ક્રોમિયમ વેબ બ્રાઉઝર પ્રોજેક્ટ અને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના ડેવલપર્સને કંપનીએ બ્લેકલિસ્ટ અને વ્હાઈટલિસ્ટ શબ્દોના પ્રયોગ ન કરવા માટે જણાવ્યું છે.
ઘણી મોટી બ્રાન્ડ્સ આ કેમ્પેઈનનો ભાગ
ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ હવે જાતિવાદીય સ્ટીરિયોટાઈપિંગથી બચવા માટે તેમની પ્રોડક્ટ્લના લોગો અને નામનું અવલોકન કરી રહી છે. તાજેતરમાંજ ઘણી કંપનીઓએ તેમની બ્રાન્ડિંગમાં ફેરફાર કર્યો છે. તેમાં ક્વિકર ઓટ્સ પણ સામેલ છે, જે પોતાની કેટલીક ખાદ્ય પદાર્થોના નામ બદલી રહી છે.
સોશિયલ મીડિયો પર રેસિઝમને વેગ આપનાર લોકો સામે કાર્યવાહી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ફેસબુકે સ્ટોપ હેટ ફોર પ્રોફિટ અભિયાનથી મોટા પાયે જાહેરાતોનો બહિષ્કાર કરવા પડ્યો છે. ફોર્ડ, એડિડાસ, કોકા કોલા, યુનિલિવર અને સ્ટારબક્સ સહિતની અનેક કંપનીઓએ આ કેમ્પેઈનમાં ભાગ લીધો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YWN0kg
No comments:
Post a Comment