હવે ટૂંક સમયમાં એન્ડ્રોઈડ યુઝર્સ પણ એપલના એરડ્રોપ ફીચરની જેમ ડેટા ટ્રાન્સફર કરી શકશે. ગૂગલ એન્ડ્રોઈડનું નિયરબાય શેરિંગ ફીચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટેક વેબસાઈટ xdadevelopersના ચીફે ટ્વીટ કરીને તેની માહિતી આપી છે. ટ્વીટ અનુસાર, આ ફીચર ઓગસ્ટ મહિનામાં ગ્લોબલી લોન્ચ થઈ શકે છે.
Google told OEMs that Nearby Share, Google's AirDrop-like file-sharing service, rolls out to all Android (6.0+) devices in August.
— Mishaal Rahman (@MishaalRahman) July 17, 2020
Can't confirm if that's the plan as of now, but this info came from a recent source.
Currently in beta for some users: https://t.co/7GMct2A9kI
આ ફીચર એન્ડ્રોઈડ 6.0 અને તેની ઉપરના તમામ વર્ઝન પર સપોર્ટ કરશે
- કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ડ્રોઈડ આ ફીચર પર છેલ્લાં 1 વર્ષથી કામ કરી રહી છે. એન્ડ્રોઈડનાં ફાઈલ શેરિંગ ફીચરથી ઈન્ટરનેટ વગર ફોટો, વીડિયો, લિંક સહિતનો ડેટા ટ્રાન્સફર કરી શકાશે.આ ફીચર વિન્ડોઝ, લિનક્ષ, ક્રોમ OS સહિતના પ્લેટફોર્મ પર સપોર્ટ કરશે.
- ગૂગલ ક્રોમ બ્રાઉઝર ધરાવતા ડિવાઈસ હોલ્ડર પણ તેનો ઉપયોગ કરી શકશે.
- આ ફીચર એન્ડ્રોઈડ 6.0 અને તેની ઉપરના તમામ વર્ઝન પર સપોર્ટ કરશે. કેટલાક એન્ડ્રોઈડ 10 બીટા યુઝર્સને આ ફીચરનો લાભ મળવા લાગ્યો છે.
- આ ફીચરથી ઈન્ટરનેટ વગર ડેટા શેરિંગ માટે યુઝર્સ જેની સાથે ડેટા શેર કરવા માગે છે તેનો અને યુઝર્સના ડિવાઈસમાં નિયરબાય શેરિંગ એક્ટિવ કરી તેનો ઉપયોગ કરી શકાય છે. પ્રાઈવસી માટે કંપની હિડનનો ઓપ્શન પણ આપશે. એટલે યુઝર્સે નક્કી કરેલા અન્ય યુઝર્સ જ તેને સર્ચ કરી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3h9EqFk
No comments:
Post a Comment