Sunday, 12 July 2020

જાણો વ્હોટ્સએપ ચેટને મજેદાર બનાવવા માટે કેવી રીતે એનિમેટેડ સ્ટિકરનો ઉપયોગ કરશો

ફેસબુકની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપે વધારે સારા ચેટ એક્સપિરિઅન્સ માટે એનિમેટેડ સ્ટિકર ફીચર લોન્ચ કર્યું છે. ગ્લોબલી એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસ પર આ ફીચર ધીરે ધીરે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં ઘણા યુઝર્સને તેની અપડેટ પણ મળી રહી છે. આ નવા સ્ટિકર રેગ્યુલર સ્ટિકર પેક સાથે જ જોવા મળશે. વ્હોટ્સએપે Rico's Sweet Life, Playful Piyomaru, Bright Days, Moody Foodies અને Chummy Chum Chums સહિતના એનિમેટેડ સ્ટિકર લોન્ચ કર્યાં છે. એક વખત સ્માર્ટફોન પર ડાઉનલોડ કર્યા બાદ તેને ડેસ્કટોપ પર પણ ઉપયોગ કરી શકાશે.

નવાં વર્ઝનમાં જ એનિમેટેડ સ્ટિકર જોવા મળશે
કંપનીએ થોડા દિવસ પહેલાં જ ટ્વીટ કરી એનિમેટેડ સ્ટિકરનાં લોન્ચિંગ વિશે માહિતી આપી હતી. આ નવું ફીચર એન્ડ્રોઈડ વ્હોટ્સએપનાં v2.20194.16 વર્ઝન અને iOS વ્હોટ્સએપનાં v2.20.70 વર્ઝન પર અવેલેબલ છે.

એનિમેટેડ સ્ટિકરઉપયોગ કરવા માટેના સ્ટેપ્સ:

  • સૌ પ્રથમ તમે જે યુઝરને એનિમેટેડ સ્ટિકર મોકલવા માગો છો તેમની ચેટ ઓપન કરો.
  • ત્યારબાદ ચેટમાં નીચેની બાજુ આપેલા ઈમોજી આઈકોન પર ક્લિક કરો. તેમાંથી તમારે સ્ટિકર આઈકોન પર ક્લિક કરવાનું રહેશે. તેમાં ‘+’ આઈકોન પર ટેપ કરો.
  • ત્યારબાદ બિલ્ટ ઈન સ્ટિકર સ્ટોર ઓપન થઈ જશે. તેમાં એનિમેટેડ સ્ટિકર્સ પણ અવેલેબલ છે.
  • ઓલ સ્ટિકર લિસ્ટમાં પ્લે બટન સાથે જોવા મળતા સ્ટિકર એનિમેટેડ સ્ટિકર છે.
  • પ્લે બટન સાથેના તમારા મનપસંદ સ્ટિકર પેકને ડાઉનલોડ કરો.
  • પ્રિવ્યૂ કરીને પણ તેને ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કરવા માટે ‘Download' ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબદ તમે ડાઉનલોડ કરેલા સ્ટિકર સ્ટીકર્સ સેક્શનમાં સામેલ થઈ જશે. તેનો ઉપયોગ ડેસ્કટોપ વર્ઝનમાં પણ કરી શકાશે.

જોકે, આ એનિમેટેડ સ્ટિકર એક જ વાર પ્લે થાય છે. ફરી તેને પ્લે કરવા માટે ચેટ સ્ક્રોલ કરવાની રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એનિમેટેડ સ્ટિકર વ્હોટ્સએપનાં એન્ડ્રોઈડ v2.20194.16 વર્ઝન અને iOS v2.20.70 વર્ઝન પર અવેલેબલ છે


from Divya Bhaskar https://ift.tt/2WeZXnV

No comments:

Post a Comment