બુધવારે રિલાયન્સની 43મી એન્યુઅલ જનરલ મીટિંગમાં કંપનીએ ઈનોવેટિવ પ્રોડક્ટ ‘જિયોગ્લાસ’ની જાહેરાત કરી છે. આ ચશ્માં એક મિક્સ્ડ રિયાલિટી સોલ્યુશન છે. તેને ટીચર્સ અને વિદ્યાર્થીઓના વર્ચ્યુઅલ રૂમ્સને ધ્યાનમાં રાખીને ડેવલપ કરાયા છે. ‘જિયો ગ્લાસ’ને એપલના સ્વદેશી AR ગ્લાસ કહી શકાય છે. શું છે તેની ખાસિયતો આવો જાણીએ...
‘જિયોગ્લાસ’ની ખાસિયતો
- આ ગ્લાસ 3D વર્ચ્યુઅલ રૂમ્સ અને 3D હોલોગ્રાફિક વીડિયો કોલિંગ કરવામાં સક્ષમ છે. આ ગ્લાસ વાયરલેસ ઓડિયો સપોર્ટ કરે છે.
- તેને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી ઓપરેટ કરી શકાય છે.
- તેમાં પર્સનલાઈઝ્ડ ઓડિયો સિસ્ટમપણ આપવામાં આવી છે, તેના માટે કોઈ પણ એસેસરીઝની આવશ્યકતા નહીં રહે.
- જિયોગ્લાસમાં 25 ઈનબિલ્ટ 25 એપ્લિકેશન મળશે. તેની મદદથી યુઝર્સ ઓગ્મેન્ટેડ રિયાલિટી કોલિંગ સહિતની અનેક સર્વિસનો ઉપયોગ કરી શકશે.
- યુઝર્સ વોઈસ કમાન્ડ આપીને અન્ય યુઝર્સને કોલિંગ કરી શકે છે.
- આ ગ્લાસના સેન્ટરમાં એક કેમેરા અટેચ છે.કોલિંગ દરમિયાન યુઝર્સ ચશ્માના ગ્લાસમાં ડિસ્પ્લે જોઈ શકશે. આ ડિસ્પ્લે હાઈ રિઝોલ્યુશન ધરાવે છે, જે યુઝર્સને રિયલ ટાઈમ એક્સપિરિઅન્સ આપશે.
- તે 2D અને 3D ઓડિયો કોલિંગ સપોર્ટ કરે છે. તેમાં મલ્ટિપલ કોલિંગ દરમિયાન યુઝર્સ એક યુઝર્સ સાથે2Dમાં તો અન્ય યુઝર્સ સાથે 3Dમાં વાતચીત કરી શકે છે.
- ‘જિયોગ્લાસ’માં કોલિંગ દરમિયાન સરળતાથી પ્રેઝન્ટેશન બતાવી શકાય છે.
- તેનું વજન માત્ર 75 ગ્રામનું જ છે.
- જોકે તેને માર્કેટમાં ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે કંપનીએ તેના વિશે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ovl0hL
No comments:
Post a Comment