ગૂગલના વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર હવે મોબાઈલ યુઝર્સ ફરી HD સ્ટ્રિમિંગ કરી શકશે. અર્થાત યુઝર્સ હવે HD અને ફુલ HD ક્વૉલિટીમાં વીડિયો જોઈ શકશે. જોકે વાઈફાઈના ઉપયોગ દરમિયાન જ હાઈક્વૉલિટી વીડિયો જોવાનો લાભ મળશે.
યુટ્યુબ પર હવે મોબાઈલ યુઝર્સ વાઈફાઈથી 720p, 1080p અને 1440p રિઝોલ્યુશનમાં વીડિયો જોઈ શકે છે. જોકે તેના વિશે કંપનીએ કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરી પરંતુ ભારતમાં ઘણા બધા યુઝર્સને તેનો એક્સેસ મળી રહ્યો છે. તેના માટે યુઝરે સેટિંગમાં જઈને વીડિયો ક્વૉલિટી બદલવાની રહેશે. મોબાઈલ ઈન્ટરનેટથી આ સર્વિસનો લાભ મળશે નહીં. તેનો લાભ યુટ્યુબ પ્રમિયમ સહિત તમામ યુટ્યુબ સબસ્ક્રાઈબર્સને મળશે.
બેન્ડવિથ બચાવવા અને ઈન્ટરનેટ ટ્રાફિક ઓછો કરવામાટે કંપનીએ લિમિટ સેટ કરી હતી
યુટ્યુબે કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે માર્ચ મહિનામાં ભારતમાં તેની વીડિયો ક્વૉલિટી SD કરી હતી. અર્થાત યુઝર્સ 144p, 240p, 360p અને 480p રિઝોલ્યુશનમાં જ વીડિયો જોઈ શકતા હતા. કંપનીએ બેન્ડવિથ બચાવવા અને સર્વસ ડાઉન ન થાય તે માટે આ નિર્ણય લીધો હતો. ત્યારબાદ નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો અને ડિઝની હોટસ્ટાર સહિતના OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ્સે પણ ક્વૉલિટી લિમિટ સેટ કરી હતી. જોકે હવે મોબાઈલ યુઝર્સ વાઈફાઈ કનેક્શન સાથે HD ક્વૉલિટીમાં વીડિયોનો આનંદ માણી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3h084fW
No comments:
Post a Comment