સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ભારતમાં ચાઈનીઝ પ્રોડક્ટના વિરોધ વચ્ચે પોતાનો પોર્ટફોલિયો વધારવા માટે ઘણી એક્ટિવ જોવા મળી રહી છે. કંપનીએ ભારતમાં M સિરીઝના અન્ય એક સ્માર્ટફોન ‘ગેલેક્સી M31s’નાં લોન્ચિંગની જાહેરાત કરી છે. કંપનીએ એમેઝોન પર તેનું ટીઝર પેજ રિલીઝ કર્યું છે.
‘ગેલેક્સી M31s’ની ખરીદી ગ્રાહકો એમેઝોન પરથી કરી શકશે. આ ફોનમાં ‘L’ શૅપ 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.
‘ગેલેક્સી M31s’નાં બેઝિક સ્પેસિફિકેશન
- એમેઝોનનાં ટીઝર પેજ મુજબ, આ ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.
- કંપનીએ આ ફોનમાં ઈનોવેટિવ સિંગલ ટેક ફીચર આપ્યું છે. તેની મદદથી યુઝર્સ એક ક્લિકમાં મલ્ટિપલ ફોટો અને વીડિયો શૂટ કરી શકશે.
- આ ફોનમાં 25 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે 6000mAhની બેટરી મળશે, જે રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરશે.
- ફોનની ડિસ્પ્લે ફુલ HD+ રિઝોલ્યુશન સપોર્ટ કરશે.
- કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે ફોનમાં 6.4 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે.
- ફોનનું 64GB +128GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
- ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. કંપની ‘ગેલેક્સી M31s’માં એક્સીનોસ 9611 પ્રોસેસર આપી શકે છે.
- સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
- ફોનની કિંમત 20,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CwGuZl
No comments:
Post a Comment