Sunday, 12 July 2020

સેમસંગનો સિંગલ રિઅર કેમેરા ધરાવતો લૉ બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી A01 કોર’ ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ તેના લૉ બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી A01 કોર’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. સેમસંગના આ ફોનનાં અનેક લીક્સ સામે આવી ચૂક્યા છે. હવે ફોનને થાઈલેન્ડના ટેલિકોમ રેગ્યુલેટર NBTC (નેશનલ બ્રોડકાસ્ટિંગ એન્ડ ટેલિકમ્યૂનિકેશન કમિશન)નું સર્ટિફિકેશન મળ્યું છે. તે પરથી કહી શકાય કે ટૂંક સમયમાં જ ફોન લોન્ચ થશે. ટેક ટિપ્સ્ટર સુધાંશુએ ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.

આ સર્ટિફિકેશન મુજબ ફોનનો મોડેલ નંબર SM-A013G છે. આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. રિપોર્ટ અનુસાર આ ફોન ગેલેક્સી A સિરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન હોઈ શકે છે.

‘ગેલેક્સી A01 કોર’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • લીક અનુસાર, ફોનમાં સિંગલ રિઅર કેમેરા મળશે. રિઅરમાં મેટ ફિનિશિંગ પેનલ મળશે.
  • ફોનની જમણી બાજુએ વોલ્યુમ અને પાવર બટન મળશે.
  • ફોનમાં એન્ડ્રોઈડ 10 ગો એડિશન ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક MT6739WW પ્રોસેસર મળી શકે છે.
  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોનમાં 1480x720 રિઝોલ્યુશન ધરાવતી HD+ ડિસ્પ્લે મળશે.
  • ફોનમાં રિમૂવેબલ બેટરી મળી શકે છે.
  • બ્લુટૂથ વર્ઝન 5 મળશે સાથે જ કનેક્ટિવિટી માટે ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ,3.5mm ઓડિયો જેક અને USB પોર્ટ પણ મળશે.
  • તેની કિંમત 6,000 રૂપિયાથી 10,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung's low budget smartphone 'Galaxy A01 Core' with single rear camera may be launched soon


from Divya Bhaskar https://ift.tt/30ahFdE

No comments:

Post a Comment