એન્ડ્રોઈડ યુઝર્સ ગૂગલ અસિસ્ટન્ટની મદદથી અનેક કામ કરી શકે છે. તેમાં સ્માર્ટ હોમ પ્રોડક્ટ કન્ટ્રોલ, એન્ટરટેઈનમેન્ટ, કોલિંગ, ટેક્સ્ટ મેસેજ સહિતની અનેક સુવિધાઓ સામેલ છે. તેની હરોળમાં હવે એક વધુ કામ સરળ બનશે. ગૂગલે જાહેરાત કરી છે કે હવે યુઝર્સ અસિસ્ટન્ટની મદદથી વ્હોટ્સએપ વીડિયો-ઓડિયો કોલિંગ કરી શકશે. આ પહેલાં અસિસ્ટન્ટથી માત્ર નેટવર્ક કોલિંગ કરવાની સુવિધા મળતી હતી.
ગૂગલ અસિસ્ટન્ટ એપ હોવી આવશ્યક
એન્ડ્રોઈડ ડિવાઈસમાં આ નવાં ટૂલનો ઉપયોગ માટે ગૂગલ અસિસ્ટન્ટ એપ હોવી આવશ્યક છે. ‘ઓકે ગૂગલ’ અથવા ‘હે ગૂગલ’ બોલી ગૂગલ અસિસ્ટન્ટ એક્ટિવ કરી વ્હોટ્સએપ કોલિંગ કરી શકાય છે. મેન્યુઅલી હોમ બટન પર ક્લિક કરી પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
આ કમાન્ડ આપીને કોલિંગ કરી શકાશે
ગૂગલ અસિસ્ટન્ટ તમારા ડિવાઈસ પર એક્ટિવ કર્યા બાદ ‘મેક અ વ્હોટ્સએપ કોલ ટુ (કોન્ટેક્ટ નેમ)’ અથવા ‘કોલ (કોન્ટેક્ટ નેમ) ઓન વ્હોટ્સએપ’ કમાન્ડ આપીને તેનો ઉપયોગ કરી શકાય છે. તેવી જ રીતે વીડિયો કોલિંગ માટે પણ ‘મેક અ વ્હોટ્સએપ વીડિયો કોલ ટુ (કોન્ટેક્ટ નેમ)’ અથવા વીડિયો કોલ (કોન્ટેક્ટ નેમ) ઓન વ્હોટ્સએપ’ કમાન્ડ આપવાનો રહેશે. જો આ કમાન્ડ પર ગૂગલ કામ ન કરે તો ‘મેક અ વ્હોટ્સએપ વીડિયો/ઓડિયો કોલ’ આપીને પણ કોલિંગ કરી શકાશે. આ ફીચરની મદદથી યુઝર વ્હોટ્સએપ ઓપન કર્યા વગર જ વીડિયો અને ઓડિયો કોલિંગની મજા માણી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fjrv33
No comments:
Post a Comment