એન્ડ્રોઈડ માલવેર અર્થાત એન્ડ્રોઈડ સિસ્ટમમાં ડેટાચોરી કરતાં વાઈરસની હરોળમાં હવે વધુ એક નવું નામ ઉમેરાયું છે. નેધરલેન્ડના ટેક એક્સપર્ટ્સે એન્ડ્રોઈડના બેંકિગ ટ્રોજન અર્થાત બેંક સંબંધિત માહિતી ચોરી કરતો વાઈરસ ‘BlackRock’ની ઓળખ કરી છે.
ગૂગલ અપડેટની આડમાં ડેટાચોરી
‘BlackRock’ એટલો હોશિયાર છે કે તે એન્ડ્રોઈડ યુઝરને ગૂગલ અપડેટમાં પોતાને દર્શાવે છે. એક વાર યુઝર તેને ડાઉનલોડ કરી લે અને તમામ પરમિશન આપી દે ત્યારબાદ તે ડિવાઈસમાં તેનું આઈકોન છૂપાવી યુઝર્સનો ડેટા ચોરી કરે છે.
337 એપ્સ ટાર્ગેટ પર
આ વાઈરસની શોધ નેધરલેન્ડની ઈન્ટેલિજન્સ ફર્મ થ્રેટફેબેબ્રિકે કરી છે. તે મૂળ Xerxes વાઈરસનો સ્ટ્રેન છે. આ વાઈરસ યુઝરના પર્સનલ ડેટા સહિત ક્રેડિટ કાર્ડની માહિતી પણ ચોરી કરી શકે છે. આ વાઈરસ અવાસ્ટ, AVG, બિટડિફેન્ડર, Eset, ટ્રેન્ડ માઈક્રો અને McAfee જેવા એન્ટિવાઈરસ સોફ્ટવેરના ઉપયોગને રોકવાની ક્ષમતા પણ ધરાવે છે.
રિપોર્ટ મુજબ, એમેઝોન, ગૂગલ પ્લે સર્વિસ, Gmail, માઈક્રોસોફ્ટ આઉટલુક અને નેટફ્લકિસ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્કાઈપ, ટ્વિટર સહિતી કુલ 226 એપ્સ પર આ વાઈરસ હુમલો કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CqXDUf
No comments:
Post a Comment