સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ 5 ઓગસ્ટે ‘ગેલેક્સી અનપેક 2020’ ઈવેન્ટમાં તેના વાયરલેસ ઈયરબડ્સ ‘ગેલેક્સી બડ્સ લાઈવ’ સાથે મલ્ટિપલ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં ઈયરબડ્સની તસવીર લીક થઈ છે. ટેક ટિપ્સ્ટર ઈવાન બ્લાસે ટ્વીટ કરી ‘ગેલેક્સી બડ્સ લાઈવ’ની તસવીરો લીક કરી છે.
ICYMI, here are all of the recent Samsung leaks:
— Evan Blass (@evleaks) July 17, 2020
Note20: https://t.co/HYUcbxOnQt
Tab S7: https://t.co/TAC5gMWUNt
Z Flip 5G: https://t.co/qropcjA9hY
Buds Live: https://t.co/y5VmblbUZ1
Watch3: https://t.co/c6xZrtZ64uhttps://t.co/qdD0CouSBF pic.twitter.com/VSAnANjGEH
ઈવાનના ટ્વીટ અનુસાર ‘ગેલેક્સી બડ્સ લાઈવ’ના મિસ્ટિક વ્હાઈટ, મિસ્ટિક બ્રોન્ઝ અને મિસ્ટિક બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થશે. તેમાં વોઈસ કેન્સલેશન ટેક્નોલોજી પણ મળી શકે છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર,આ ઈયરબડ્સ ‘ગેલેક્સી બડ્સ 2’ નામની પણ લોન્ચ થઈ શકે છે.
‘ગેલેક્સી બડ્સ લાઈવ’નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન
- કોરિયન મીડિયા રિપોર્ટ અનુસાર, ‘ગેલેક્સી બડ્સ લાઈવ’માં એક્ટિવ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી મળશે.
- એક ઈયરપીસમાં 3 માઈક્રોફોન અને 2 સ્પીકર મળશે.
- આ ઈયરબડ્સમાં Qi વાઈયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે. તેની મદદથી યુઝર વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ ધરાવતા મોબાઈલથી જ ઈયરબડ્સ ચાર્જ કરી શકાશે.
- તે અન્ય બ્રાન્ડના ઈયરબડ્સની જેમ સ્પેલ્શ અને ડસ્ટપ્રૂફ હોઈ શકે છે.
- ચાર્જિંગ કેસ સાથે તે 45 કલાકનું પ્લેબેક આપશે.
- આ ઈયરબડ્સની કિંમત $150 આશરે 11,238 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/395xo1B
No comments:
Post a Comment