સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટે સોમવારે ભારતીય યુઝર્સ માટે ઈન એપ મેન્ટલ હેલ્થ સપોર્ટની જાહેરાત કરી છે. તે અંતર્ગત કંપનીએ ‘Here for You’ ફીચર લોન્ચ કર્યું છે. હાલ કોરોનાવાઈરસને કારણે લોકો ડિપ્રેશનનો વધુ ભોગ બની રહ્યા હોવાથી કંપનીએ યુઝર્સના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા આ ફીચર લોન્ચ કર્યું છે. કંપનીએ મારીવાલા હેલ્થ ઈનિશિએટિવ અને માનસ ફાઉન્ડેશનના સહયોગથી આ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ મોટિવેશનલ વીડિયો જોઈને તેમનાં માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકશે.
સ્નેપચેટની માલિકીની કંપની સ્નેપ ઈંકના ગ્લોબલ પબ્લિકપોલિસીના વાઈસ પ્રેસિડન્ટ જેનિફર પાર્ક સ્ટાઉટના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં ‘Here for You’ ફીચરની શરૂઆત કરી હતી.
મારીવાલા હેલ્થ ઈનિશિએટિવ અને માનસ ફાઉન્ડેશને ચિંતા, ડિપ્રેશન, આત્મહત્યા અને સામાન્ય માનસિક સ્વાસ્થ્યથી જોડાયેલા રીસોર્સિસ તૈયાર કર્યા છે. મારીવાલા હેલ્થ ઈનિશિએટિવના ડાયરેક્ટર રાજ મારીવાલાએ જણાવ્યું હતું કે, અમારા વીડિયો તણાવ અને ચિંતાને કેવી રીતે દૂર કરી શકાય તેના પર છે. તણાવથી પીડિત વ્યક્તિની કેવી રીતે સારસંભાળ રાખવી તેના વિશે પણ માહિતી આપવામાં આવી છે. સ્ટ્રોન્ગ મેન્ટલ હેલ્થ માટે એક્સર્સાઈસ પણ સમજાવવામાં આવી છે.
એક્સપર્ટ દ્વારા દરેક સવાલોના જવાબ મળશે
સ્નેપચેટ પર યુઝર્સને સર્ચિંગ બારમાં ચિંતા, ડિપ્રેશન, આત્મહત્યા અને સામાન્ય માનસિક સ્વાસ્થ્યથી જોડાયેલા શબ્દો સર્ચ કરવા પર ‘Here for You’ ફીચરના રિસોર્સિસ જોવા મળશે. તેમાં માનસિક સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓનો સામનો કેમ કરવો, પરિવારના કોઈ સભ્ય માનસિક બીમારીથી પીડિત છે કેમ તેની ઓળખ કેવી રીતે કરવી સહિતના અનેક વિષયો સામેલ છે. તેમાં યુઝર્સના સવાલોનું ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.
માનસ ફાઉન્ડેશનનાા ટ્રસ્ટી નવીન કુમારના જણાવ્યા અનુસાર, આ ફીચર દરરોજ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી લડી રહેલા લોકો માટે નવી તક છે. સ્નેપચેટ અને માનસ ફાઉન્ડેશન માનસિક સ્વાસ્થ્ય પર વાત કરવા માટે હંમેશા ઉપલબ્ધ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3j4EaJF
No comments:
Post a Comment