ટેક જાયન્ટ ફેસબુકે તેની એપ મેસેન્જરમાં એક નવાં ફીચરનો ઉમેરો કર્યો છે. હવે એન્ડ્રોઈડ અને iOS મોબાઈલ યુઝર્સ મેસેન્જરમાં વીડિયો કોલિંગ દરમિયાન પોતાના મોબાઈલની સ્ક્રીન શેર કરી શકશે. સ્ક્રીન શેરિંગ ફીચર હાલ મોબાઈલ યુઝર્સ માટે જ લોન્ચ કરાયું છે. ડેસ્કટોપ યુઝર્સે તેના માટે થોડી રાહ જોવી પડશે.
સ્ક્રીન શેરિંગ ફીચરનો ઉપયોગ વન ટુ વન વીડિયો કોલિંગ અને ગ્રૂપ કોલિંગમાં પણ કરી શકશે. હાલ મેસેન્જરમાં કુલ 8 યુઝર્સ ગ્રૂપ વીડિયો કોલિંગ કરી શકે છે. હવે ન્યૂ નોર્મલમાં વીડિયો કોલિંગનો ઉપયોગ વધી જવાથી કંપનીએ આ નવું ફીચર લોન્ચ કર્યું છે. ગ્રૂપ શોપિંગ, સોશિયલ મીડિયા ચેકિંગ, સરપ્રાઈઝ, ફોટો ગેલરી શેરિંગ અને મીટિંગ માટે જરૂરી કન્ટેન્ટ બતાવવા માટે આ ફીચર ઉપયોગી બનશે.
કેવી રીતે સ્ક્રીન શેરિંગ ફીચરનો ઉપયોગ કરશો?
- સૌ પ્રથમ મેસેન્જર એપ ઓપન કરી તમે જેને વીડિયો કોલ કરવા માગો છો તેની ચેટ ઓપન કરો.
- તેમાં વીડિયો કોલ આઈકોન પર ટેપ કરી વીડિયો કોલ કરો. વીડિયો કોલ દરમિયાન તમારી સ્ક્રીનની ટોપ પર ડાબી બાજુ દેખાતા ત્રણ આઈકોનમાંથી પ્રથમ આઈકોન ‘Share Your Screen’ પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ ‘સ્ટાર્ટ અ શેરિંગ સ્ક્રીન’ ઓપ્શન જોવા મળશે. તેને ok આપવાથી તમે સ્ક્રીન શેર કરી શકો છો.
- કોલિંગ દરમિયાન તમે અન્ય 7 યુઝર્સને એડ કરી શકો છો.
સ્ક્રીન શેરિંગ ફીચર કંપનીએ મેસેન્જર રૂમ્સમાં પણ ઉમેર્યું છે. જોકે રૂમ્સમાં 16 લોકો ગ્રૂપ કોલિંગ કરી શકે છે. કંપનીએ 14 મેએ ગ્લોબલી રૂમ્સ ફીચર લોન્ચ કર્યું હતું. મેસેન્જર રૂમ્સ ફીચરથી ફેસબુકની વિવિધ એપ્સ પર યુઝર એકબીજા સાથે વીડિયો કોલિંગ કરી શકે છે. તેમાં મેક્સિમમ 50 યુઝર્સ એક સાથે વીડિયો કોલિંગ કરી શકે છે. યુઝર્સ માત્ર એક લિંક શેર કરી રુમ્સ માટે અન્ય યુઝર્સને ઈન્વાઈટ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32q04AV
No comments:
Post a Comment