જો તમે હાલનવું ટીવી લેવાનું વિચારી રહ્યા છો અને તમે કોઈ નોન ચાઈનીઝ બ્રાન્ડ લેવા માગો છો. તો ફિલિપ્સના લેટેસ્ટ ટીવી તમારા માટે સારો ઓપ્શન રહેશે. ડચ ટેક કંપની ફિલિપ્સે ભારતમાં તેના 2 4K સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. તેમાં 50 ઈંચ અને 58 ઈંચનાં મોડેલ સામેલ છે. બંને ટીવી HDR 10+, ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમ્સ ટેક્નોલોજીથી સજ્જ છે. ટીવીમાં બોર્ડરલેસ ડિઝાઈન આપવામાં આવી છે. ઓફલાઈન સ્ટોર્સ અને ઓનલાઈન ઈ કોમર્સ સાઈટ પરથી તેની ખરીદી કરી શકાશે.
ફિલિપ્સ4K સ્માર્ટ ટીવીની કિંમત
| સાઈઝ | મોડેલ | કિંમત (રૂપિયામાં) |
| 50-ઈંચ | 50PUT6604 | 1,05,990 |
| 58-ઈંચ | 58PUT6604 | 1,19,990 |
ફિલિપ્સ 4K સ્માર્ટ ટીવીનાં સ્પેસિફિકેશન
- બંને ટીવીમાં 4K LED પેનલ આપવામાં આવી છે. તેનો આસ્પેક્ટ રેશિયો 16:9 છે.
- તેમાં માઈક્રો ડિમિંગ ફીચર પણ મળે છે. HDR10+ સપોર્ટ કરતાં આ ટીવીમાં સફી ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉડકોર પ્રોસેસર મળશે.
- અન્ય બ્રાન્ડ્સના ટીવીની જેમ આ ટીવીમાં પણ વન બટન એક્સેસ મળે છે.
- એન્ટરટેઈનમેન્ટ લવર્સ માટે કંપની ટીવીમાં એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ અને યુટ્યુબ સહિતની એપ્સ પ્રિ-ઈન્સ્ટોલ્ડ મળશે.
- ટીવીની ડિસ્પ્લેની ખાસ વાત એ છે કે તમામ એંગલથી ટીવીની વિઝિબિલિટી એક જેવી જ છે.
- કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi 802.11n મિરાકાસ્ટ સપોર્ટ, ઈથરનેટ RJ-45 પોર્ટ, હેડફોન જેક, 3 HDMI પોર્ટ અને 2 USB પોર્ટ મળે છે.
- ટીવીમાં 10 વૉટના 2 સ્પીકર આપવામાં આવ્યા છે. ટીવી ફાઈવ બેન્ડ ઈક્વિલાઈઝર અને નાઈટ મોડ સહિતનાં ફીચર સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OKLVqd
No comments:
Post a Comment