Monday, 13 July 2020

ગૂગલે પ્રસાર ભારતી સાથે પાર્ટનરશિપ કરી, ઈન્ડિયા બેઝ્ડ ગ્લોબલ પેમેન્ટ પ્રોડક્ટ પણ લોન્ચ કરશે

ટેક જાયન્ટ ગૂગલે આજે એટલે કે સોમવારે ભારતમાં ગૂગલ ફોર ઈન્ડિયા 2020 ઈવેન્ટની છઠ્ઠી એડિશન યોજી હતી. તેમાં કંપનીએ અનેક અપકમિંગ પ્રોડક્ટ્સ અને સક્સેસ સ્ટોરી શેર કરી હતી.

કંપનીના CEO સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે પેમેન્ટ ડિજિટાઈઝેશનમાં ભારત ગ્લોબલ સ્ટાન્ડર્ડ બન્યું છે. કંપની ઈન્ડિયા બેઝ્ડ ગ્લોબલ પેમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કરશે. કંપનીએ BHIP UPI સાથે મળી હાલ દેશમાં ડિજિટલ પેમેન્ટને સરળ બનાવ્યું છે. સુંદર પિચાઈએ જણાવ્યુ હતું કે, ‘બોલો’ એપ ગત વર્ષે માત્ર ભારતમાં લોન્ચ થઈ હતી. હવે તે ગ્લોબલી ‘Read Along’ નામથી ઓળખાય છે. જે 180 દેશો અને 9 ભાષામાં ઉપલબ્ધ છે.

પ્રસાર ભારતી સાથે પાર્ટનરશિપ
ગૂગલે આ ઈવેન્ટમાં અપકમિંગ પ્લાનની પણ જાહેરાત કરી છે. કંપનીએ સ્મોલ એન્ડ મિડસાઈઝ બિઝનેસના ડિજિટલાઈઝેનશ માટે પ્રસાર ભારતી સાથે પાર્ટનરશિપ કરી છે. કંપની ટૂંક સમયમાં જ એજ્યુટેઈનમેન્ટ (એજ્યુકેશન +એન્ટરટેઈનમેન્ટ) સિરીઝ લોન્ચ કરશે. તેનું પ્રસારણ દૂરદર્શન પર કરવામાં આવશે. કંપનીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી છે.

ગૂગલ પે લોકોની પસંદ બન્યું
કંપનીએ રજૂ કરેલા આંકડા મુજબ દર મહિને ભારતમાં 20 લાખ યુઝર્સ જીવન જરૂરિયાતની સામગ્રી માટે નિયર બાય સ્ટોર્સ સર્ચ કરતા હોય છે. હવે 30 લાખ વેપારીઓ ગૂગલ પેનાં માધ્યમથી કોન્ટેક્ટલેસ વેપાર કરી રહ્યા છે.

ટેક જાયન્ટ ગૂગલે ભારતમાં 75,000 કરોડના રોકાણની પણ જાહેરાત કરી છે. આ અહેવાલ વિસ્તૃતમાં જાણવા માટે અહીં ક્લિક કરો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google partners with Prasar Bharti will also launch India-based global payment product


from Divya Bhaskar https://ift.tt/3065HkV

No comments:

Post a Comment