CK બિરલા ગ્રૂપની કંપની ઓરિઅન્ટ ઈલેક્ટ્રિકે હેલ્થ અપ્લાયન્સમાં એન્ટ્રી કરી છે. કંપનીએ સેનિટાઈઝર ચેમ્બર ‘UV Sanitech’લોન્ચ કર્યું છે. આ ચેમ્બરમાં શાકભાજી, પર્સ, માસ્ક, ગેજેટ, ચલણી નોટો સહિતની વસ્તુઓને સેનિટાઈઝ કરી શકાય છે. તેની કિંમત 11,999 રૂપિયા છે, પરંતુ લોન્ચિંગ ઓફર હેઠળ ગ્રાહકો 7,999 રૂપિયામાં તેની ખરીદી કરી શકે છે. ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની ઈ કોમર્સ સાઈટ પરથી તેની ખરીદી કરી શકાશે.
ઓરિઅન્ટ ઈલેક્ટ્રિકના MD અને CEO રાકેશ ખન્નાએ જણાવ્યું કે, કોવિડ-19 મહામારીને લીધે પ્રોડક્ટ્સની માગમાં ફેરફાર થયો છે. હેલ્થ અને હાઈજીન પ્રોડક્ટ્સની માગ વધી છે ભવિષ્યમાં હાઈજીન પ્રોડક્ટ્સની જ બોલબાલા રહેશે. તેને ધ્યાનમાં રાખીને કંપનીએ સેનિટાઈઝર ચેમ્બર ‘UV Sanitech’લોન્ચ કર્યું છે. આ પ્રોડક્ટ મેડ ઈન ઈન્ડિયા છે.
‘UV Sanitech’ની ખાસિયતો
- ‘UV Sanitech’ની ક્ષમતા 34 લિટરની છે અને તે 11 વૉટના 2 UVC લેમ્પથી સજ્જ છે.
- ‘UV Sanitech’ ચેમ્બરમાં વસ્તુ મૂક્યા બાદ તે 4 મિનિટમાં તેને વાઈરસ અને બેક્ટેરિયા મુક્ત કરે છે.
- તેમાં પ્રિસેટ ઈલેક્ટોનિક ટાઈમર લગાવવામાં આવ્યું છે.
- કંપની આ પ્રોડક્ટ પર 6 મહિનાની વૉરન્ટી પણ આપી રહી છે.
- આ ડિવાઈસ 99.99% બેક્ટેરિયા અને વાઈરસનો નાશ કરે છે. તેના માટે તે અલ્ટ્રાવાયલેટ જર્મિસાઈડલ ઈરેડિએશન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZEb0Jj
No comments:
Post a Comment