મોટોરોલા તેના મિડલ રેન્જ સ્માર્ટફોન ‘મોટો E7’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં જ ફોનનાં કેટલાક સ્પેસિફકેશનનાં લીક સામે આવ્યાં છે. મિડલ રેન્જ સ્માર્ટફોન હોવાથી તેમાં 2 રિઅર કેમેરા અને 1 ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં એન્ડ્રોઈડ 10ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે.મોટોરોલા ફોનનું લોન્ચિંગ ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સુધીમાં કરી શકે છે.
‘મોટો E7’નાં બેઝિકસ્પેસિફિકેશન
- મીડિયા રિપોર્ટઅને લીક અનુસાર, આ ફોનમાં 6.2 ઈંચની IPS LCD ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 720x1520 પિકસ્લનું હોઈ શકે છે.
- મોટોરોલાના આ મિડલ રેન્જ ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 632 પ્રોસેસર મળી શકે છે.
- ફોનનું 2GB રેમ + 32GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
- આ ફોનમાં 13MP + 2MPનું 2 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે મોટોરોલા 5MPનો ફ્રન્ટ કેમેરા આપી શકે છે.
- ફોન ડિજિટલ ઝૂમ, ઓટો ફ્લેશ, ફેસ ડિટેક્શન સહિતનાં ફીચરથી સજ્જ હોઈ શકે છે.
- આ મિડલ રેન્જ ફોનમાં 3350mAhની બેટરી મળી શકે છે.
- સિક્યોરિટી માટે તેમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈફાઈ, બ્લુટૂથ, GPS, VoLTE અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
- આ મિડલ રેન્જ સ્માર્ટફોનની કિંમત 10,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/390tG9v
No comments:
Post a Comment