બ્રટિશ ઓડિયો કંપની RHAએ ભારતમાં તેના વાયરલેસ ઈયરબડ્સ ‘TrueConnect 2’ લોન્ચ કર્યાં છે. જો તમે નોન ચાઈનીઝ ઈયરબડ્સની ખરીદી કરવા ઈચ્છતા હોવ તો આ સારો ઓપ્શન છે. ‘TrueConnect 2’ની કિંમત 12,999 રૂપિયા છે. તેનાં કાર્બન બ્લેક અને નેવી બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. કંપની તેની ખરીદી પર 3 વર્ષની વૉરન્ટી આપી રહી છે. વિવિધ ઈ-કોમર્સ સાઈટ પરથી તેની ખરીદી કરી શકાશે.
‘TrueConnect 2’ નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ ઈયબડ્સમાં 6mmનાં ડ્રાઈવર્સ મળશે, જે 20Hz to 20,000 Hzની ફ્રિક્વન્સી ધરાવે છે.
- ઈયરબડ્સની ડિઝાઈનમાંનોઈસ રિડ્યુસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે.
- ઈયરબડ્સને IP55 રેટિંગ મળ્યું છે. અર્થાત તે વોટર, ડસ્ટ અને સ્વૅટ રેઝિસ્ટન્ટ છે.
- તે ટચ કન્ટ્રોલ સપોર્ટ કરે છે. તે સિરિ, એલેક્સા અને ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ ધરાવે છે.
- સિંગલ ચાર્જમાં તે 9 કલાકનું અને ચાર્જિંગ કેસ સાથે તે 35 કલાકનું પ્લેબેક આપે છે.
- કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 મળશે, જે 15 મીટરની રેન્જ ધરાવે છે.
- કંપની ઈયરબડ્સ સાથે 7 અલગ અલગ સાઈઝની સિલિકોન ઈયરટિપ્સ પણ ઓફર કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OEVF4U
No comments:
Post a Comment