Wednesday, 25 September 2019

ચીનની કંપની બનાવેલ સ્કેનિંગ 'એરવેવ' સિસ્ટમ 0.3 સેકન્ડમાં મનુષ્યની ઓળખી લે છે

ગેજેટ ડેસ્ક. હવે હાથની ધમનીઓથી મનુષ્યને ઓળખ થઈ શકશે. ચીનની કંપની મીલક્સે એવી ટેક્નિક વિકસાવી છે, જે ફેસ રેકગ્નિશન કરતાં પણ ઝડપથી પરિણામ આપે છે. આ નવી ટેક્નિક 0.3 સેકન્ડમાં જ ધમનીઓથી મનુષ્યને ઓળખી લે છે. કંપનીએ ટેક્નિકનું નામ 'એરવેવ' રાખ્યું છે. કંપનીનો દાવો છે કે, આ બીજી બાયોમેટ્રિક સિસ્ટમ કરતાં સારી અને સુરક્ષિત છે.

કેફેટેરિયા અને સાર્વજનિક સ્થળોએ ઉપયોગ શરૂ થયો

કંપનીના જણાવ્યા અનુસાર, જ્યારે ફેસ રેકગ્નિશન ટેક્નિકથી મનુષ્યની ઓળખ થઈ જાય છે તો ચેહરામાં રહેલા 80થી 280 ફિચર પોઈન્ટ્સની તપાસ થાય છે.પરંતુ એરવેવ 0.3 સેકન્ડમાં હાથની હથેળીમાં રહેલા એક મિલિયન કરતા વધારે માઈક્રો ફિચર પોઈન્ટ્સને સ્કેન કરે છે. તેના દ્વારા વ્યક્તિને કોઈ અન્ય વ્યક્તિની નકલી ઓળખ બનાવીને છેતરપિંડી નથી કરી શકાતી.

કંપનીના જણાવ્યા પ્રમાણે, ત્વચાની એકદમ નીચેની મુખ્ય નસો અને કોષો વ્યક્તિગત રૂપથી એક બીજાથી અલગ અલગ હોય છે.એરવેવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત છે. તે હાથની હથેળી દ્વારા સૂક્ષ્મ અને મુખ્ય ધમનીઓથી લઈને કોષોને સ્કેન કરવામાં સક્ષમ છે. સ્કેનર પર હાથ રાખતાં જ એક વખતમાં જ તેને સ્કેન કરે છે.

ચીનમાં અત્યારે મોટાભાગનું કામ કેશલેસ અને ફેસ રેકગ્નિશન ટેકનિક દ્વારા કરવામાં આવે છે. ચીનમાં મોટાભાગની જગ્યા પર ચહેરાની ઓળખ, ક્યૂઆર કોડ અનેપાસવર્ડ સિસ્ટમનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. મીલક્સ કંપનીનો દાવો છે કે, આવા મામલામાં સાઈબર સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ એરવેવતેના કરતા વધુ યોગ્ય અને સુરક્ષિત છે.

કંપનીનાં જણાવ્યા પ્રમાણે, એરવેવને 2018માં રજૂ કરવામાં આવ્યું હતું. ગત એક વર્ષમાં ચીનમાં ટ્રાયલ ચાલી રહ્યું હતું અને તેને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં કેટલાક કૅફટિએરિયા અને સરકારી-સાર્વજનિક સ્થળોએ તેનો ઉપયોગ વધ્યો છે. મીલક્સ હવે આ સિસ્ટમ જલ્દી મેટ્રોઓપરેટર્સ માટે લાવવાની તૈયારી કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A scanning 'airwave' system made by the Chinese company recognizes humans in 0.3 seconds


from Divya Bhaskar https://ift.tt/2l4Ck29

No comments:

Post a Comment