Wednesday, 25 September 2019

દમદાર બેટરી, યોગ્ય ડિસ્પ્લેની સાથે Samsung Galaxy M30s છે યુવાનોની નંબર 1 પસંદ

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં Samsung Galaxy M સીરિઝમાં કેટલાક સારા સ્માર્ટફોન આવ્યા બાદ Samsung ફરીથી પોતાના M સીરિઝના Galaxy M30s અને Galaxy M10s સ્માર્ટફોન 18 સપ્ટેમ્બરે લોન્ચ કરી દીધા છે. આ પહેલાં આ સીરિઝમાં કંપની Samsung Galaxy M10, M20, M30 અને M40 લોન્ચ કરી ચૂકી છે.

મિલેનિયલ પેઢીની લાઈફસ્ટાઈલ કરિયર ચોઈસ અને રુચિ બીજા લોકોથી અલગ હોય છે. એવામાં મિલેનિયમ પેઢી મોટાભાગનો સમય સ્માર્ટફોન પર સમય પસાર કરે છે. પર્સનલ લાઈફ હોય અથવા પ્રોફેશનલ દરેક જગ્યા સ્માર્ટફોન વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ થઈ ગઈ છે. કૉલથી લઈને શોપિંગ સુધી અથવા જરૂરી કામથી મનોરંજન સુધી દરેક વસ્તુમાં સ્માર્ટફોન લોકોની પ્રથમ જરૂરિયાત બની ગયો છે. એવામાં ફોનની સાથે તેની બેટરી દમદાર હોવી પણ જરૂરી છે, જેથી લોન્ગ બેટરીની મદદથી રોજિંદા તમામ જરૂરી કાર્ય કોઈ પણ અડચણ વગર કરી શકાય.

એવામાં યુવાનોની જરૂરિયાત અને ટ્રેન્ડસને ધ્યાનમાં રાખતા Samsungએ અત્યારની પેઢીના યુવાનો માટે ખાસ ફોન તૈયાર કર્યો છે. કેટલાક નવાં અને સારાં ફીચર્સથી સજ્જ સેમસંગના નવા Samsung Galaxy M30s પણ ગ્રાહકોને વ્યાજબી ભાવે મળી રહ્યા છે જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. જાણીએ આ નવા Samsung Galaxy M30s સ્માર્ટફોન વિશે.

પાવરફુલ બેટરી
Samsung Galaxy M30s સ્માર્ટફોનનું મુખ્ય ફીચર, તેની દમદાર 6000 mAhની મોટી બેટરી છે જે યુવાનો માટે કોઈ ભેટથી કમ નથી. તેની સાથે યુઝર્સને 15W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળે છે.

દમદાર ડિસ્પ્લે
આ ફોનની સ્ક્રીન 16.21 સેન્ટીમીટર એટલે કે 6.4 inch FHD+ sAmoled ઈન્ફિનિટી-U ડિસ્પ્લેથી સજ્જ છે. આ ફોનમાં 91%નો સ્ક્રીન રેશિયો છે. તેનાથી ફોનમાં ગેમ અને મૂવી જોવા માટે એક નવો અને સારો અનુભવ મળે છે. 78960: 1ના કોન્ટ્રાસ્ટ રેશિયોની મદદથી sAMOLED ડિસ્પ્લે દરેક પ્રકારના પ્રકાશમાં આપમેળે ઢળી જાય છે, જેથી વીડિયો જોવા અથવા ગેમ રમતી વખતે યુઝર્સને આંખો પર કોઈ પણ પ્રકારનો તણાવ પડતો નથી. તેમાં રહેલાં 420 નિટ્સ પીક બ્રાઈટનેસની મદદથી વધારે રોશનીવાળી જગ્યામાં પણ યુઝર્સની યોગ્ય વિઝિબિલિટીને જળવાઈ રહે છે.

કેમેરા કમાલનો છે
નવા Samsungના Galaxy M30s સ્માર્ટફોનમાં 3 રિઅર કેમેરા આપવામાં આવ્યા છે, તેનો પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે જેમાં 2.0 અપર્ચરનો લેન્સ છે. આ સાથે 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સમાં F2.2 અપર્ચર આપવામાં આવ્યું છે. અલ્ટ્રા વાઈડ સેન્સરની મદદથી સારી ફોટો ક્વોલિટી મળે છે અને યુઝર અલ્ટ્રા વાઈડ એન્ગલથી 123 ડિગ્રી એન્ગલ સુધીનો વ્યૂ કેપ્ચર કરી શકે છે. ઉપરાંત સેલ્ફીના રસિયાઓ માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરા છે.

Galaxy M30sમાં 4k વીડિયો રેકોર્ડિંગની સુવિધા મળે છે અને સાથે જ હાઇપર લેપ્સ જેવા ફીચર્સ પણ મળે છે, જેનાથી ટાઈમ લેપ્સને કેપ્ચર કરી શકાય છે. UHD વીડિયો રેકોર્ડિંગ સુપર સ્લો-મોશનના ફીચરની સાથે સુપર સ્ટેડી ફીચર ફોનમાં એક વીડિયો સ્ટેબિલાઇઝરના રૂપમાં કામ કરે છે. આની મદદથી યુઝર ઓછા બ્લર અને શેક સાથે વીડિયો રેકોર્ડ કરી શકે છે, ભલે રેકોર્ડ કરનાર વ્યક્તિ કે રેકોર્ડ થનાર ઓબ્જેક્ટ મૂવ કરી રહ્યો હોય.

Galaxy M30sનું દમદાર પર્ફોર્મન્સ
આ ફોનમાં યુઝર્સને લેટેસ્ટ જનરેશનનું એક્સિનોસ 9611 ઓક્ટા-કોર પ્રોસેસર મળશે જે આ ફોનના પર્ફોર્મન્સને અનેક ગણું વધારી દે છે. આ ફોન 4 જીબી અને 6 જીબીની રેમમાં અવેલેબલ છે. ઇન્ટર્નલ મેમરીની વાત કરીએ તો આ ફોન 64 જીબી અને 128 જીબી વેરિઅન્ટમાં અવેલેબલ છે, જેનું સ્ટોરેજ 512 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડની મદદથી એક્સટેન્ડ કરી શકાય છે. ફોનની બેટરી 6,000 mAh છે જે 15 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આકર્ષક ડિઝાઇન
Galaxy M30s ફોન ઓપલ બ્લેક, સફાયર બ્લુ અને પર્લ વ્હાઇટ એમ ત્રણ કલરમાં અવેલેબલ છે. આકર્ષક રંગોની સાથે 8.9ની સ્લીક બોડીવાળા આ ફોનનું વજન 188 ગ્રામ છે જે ઘણો હેન્ડી અને યુઝર ફ્રેન્ડલી છે.

Galaxy M30sનું ગો મોન્સ્ટર
Samsung Galaxy M30s સ્માર્ટફોનની બેટરી 6,000 mAhની છે, જેને કારણે કંપનીએ તેને ‘Monster’ નામ આપ્યું છે. આટલી મોટી બેટરીની સાથે જ ડિવાઈસમાં ગેમિંગ, બિન્જિંગ, ક્લિકિંગ અને મલ્ટિટાસ્કિંગ બધું જ મજેદાર બનવાનું છે.

વાજબી અને શાનદાર Galaxy M10s
સેમસંગ કંપનીએ Galaxy M30s સ્માર્ટફોનની સાથે Samsung Galaxy M10s પણ લોન્ચ કર્યો છે. આ એકમાત્ર વેરિઅન્ટ છે જેમાં 3 જીબી રેમ ને સ્ટોરેજ 32 જીબી છે. યુઝર માઈક્રો એસડી કાર્ડની મદદથી ઈનબિલ્ટ સ્ટોરેજ 512 જીબી સુધી લઈ જઈ શકે છે. આ સ્માર્ટફોનની ડિસ્પ્લે 6.4” HD+ sAmoled ઇન્ફિનિટી-Vથી સજ્જ છે. ફોનમાં રિઅર કેમેરા 13+5MP અને ફ્રન્ટ કેમેરા 8MPનો છે. આ સાથે જ દમદાર બેટરી 4000mAh (15W)ની છે. Galaxy M10sનું વેચાણ 29 સપ્ટેમ્બરથી ઈ-કોમર્સ સાઈટ Amazon India અને Samsung ઓનલાઇન સ્ટોર પર શરૂ થશે. 29 સપ્ટેમ્બરે એમેઝોન પર મળશે.

29 સપ્ટેમ્બરે એમેઝોનપર મળશે એક્સક્લૂઝિવ ડીલ
કંપનીએ Galaxy M30s 4 + 64GB વેરિઅન્ટ માટે 13,999 રૂપિયા કિંમત રાખી છે અને 6 + 128GB વેરિઅન્ટ માટે 16,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. Galaxy M10s 3 + 32GB વેરિઅન્ટ માટેની કિંમત 8,999 રૂપિયા છે. Galaxy M10s સ્ટોન બ્લૂ અને પિયાનો બ્લેક કલર ઓપ્શનમાં મળશે. આ ફોનને યુઝર Amazon એક્સક્લૂઝિવ ખરીદી શકે છે. સાથે જ Samsungની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ફોનની માહિતી પ્રાપ્ત કરી શકે છે.

જો તમે પણ સ્માર્ટફોનનો નવો અને સારો અનુભવ વાજબી કિંમતમાં મેળવવાની ઈચ્છા રાખો છો, તો Samsung Galaxy M30s તમને નિરાશ નહીં કરે. આ ફોનમાં તે બધાં ફીચર હાજર છે જે તમને આ ફોનના દીવાના બનાવી દેશે. ગ્રાહકો આ ફોનને 29 સપ્ટેમ્બરથી Amazon અને Samsung.com પરથી ખરીદી શકશે.

જો આની સાથે Galaxy M સિરીઝના બીજા સ્માર્ટફોન ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો Amazonની વેબસાઈટ પર સેલ સાથે સંકળાયેલાં નોટિફિકેશન મેળવી શકો છો. સાથે જ Amazon પર ઉપલબ્ધ અન્ય ઓફર્સની જાણકારી પણ મેળવી શકો છો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Powerful battery, Samsung Galaxy M30s with proper display are the number 1 choice of youths


from Divya Bhaskar https://ift.tt/2l41duJ

No comments:

Post a Comment