Wednesday, 25 September 2019

ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝરને જીમેલમાં ડાર્ક થીમ ફીચર મળશે

ગેજેટ ડેસ્ક: ગૂગલે જીમેલની એપમાં ડાર્ક થીમ રોલ આઉટ કરવાનું શરુ કરી દીધું છે. આ ફીચરની મદદથી રાત્રે સ્માર્ટફોનમાં જીમેલ યુઝ કરતી વખતે આંખોને તકલીફ નહીં પડે. કંપનીએ 24 સપ્ટેમ્બરથી આ ફીચરને રોલ આઉટ કરવાનું શરુ કરી દીધું છે.

ગૂગલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ડાર્ક થીમ ફીચરને 24 સપ્ટેમ્બરથી રોલ આઉટ કરવાનું શરુ કરી દીધું છે, પરંતુ આ ફીચરને ઓફિશિયલ રીતે લાગુ કરવામાં હજુ 15 દિવસ કે તેનાથી વધારે સમય લાગી શકે છે. જે યુઝરને હાલ જીમેલ એપમાં ડાર્ક મોડ થીમ દેખાતી નથી તેઓ અમુક દિવસો પછી જોઈ શકશે.

જીમેલ ડાર્ક થીમને એન્ડ્રોઇડ કે આઈઓએસ ડિવાઇસમાં એક્ટિવ કરવા માટે જીમેલ એપને ઓપન કરીને સેટિંગ-થીમ-ડાર્ક પર ક્લિક કરવાનું રહેશે.ગૂગલના પિક્સલ ફોનમાં પણ બેટરી સેવર ઓન કર્યા પછી પણ ડાર્ક થીમ અપ્લાય થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
dark theme is coming to gmail for android and iOS


from Divya Bhaskar https://ift.tt/2nbsr3n

No comments:

Post a Comment