
ગેજેટ ડેસ્કઃ દિલ્હીમાં યોજાયેલા ‘ગૂગલ ફોર ઇન્ડિયા’ના 5માં એડિશનમાં ગૂગલે ભારતીય યુઝર માટે નવી પ્રોડક્ટ્સ અને પ્રોગ્રામ શરૂ કર્યાં છે. તેમાં ‘ગૂગલ પે’ અને જોબ સર્ચ સહિત અનેક ફીચરનો સમાવેશ થાય છે.
ગૂગલ જોબ સર્ચ
‘ગૂગલ પે’નાં માધ્યમથી હવે યુઝર તેમની મનપસંદ નોકરી શોધી શકશે. ગૂગલ શરૂઆતમાં દિલ્હી-NCR માં આ સુવિધા શરૂ કરશે. ત્યારબાદ દેશભરમાં તેને લોન્ચ કરવામાં આવશે. આ ટૂલનાં માધ્યમથી યુઝર તેનું CV પણ બનાવી શકશે. આ ટૂલમાં યુઝર તેની પ્રોફાઈલ કોણ જોઈ શકે છે તે પણ કન્ટ્રોલ કરી શકે છે.
ગૂગલ રિસર્ચ ઇન્ડિયા
ગૂગલ રિસર્ચ ઇન્ડિયા અંતર્ગત બેંગલુરુમાં એક રિસર્ચ લેબ શરૂ કરવામાં આવશે, જેમાં દેશનાં કમ્પ્યૂટર સાયન્સ રિસર્ચને વેગ આપવામાં આવશે. આ લેબનો ઉપયોગ એજ્યુકેશન, હેલ્થકેર અને એગ્રિકલ્ચર સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવામાં કરવામાં આવશે.
અસિસ્ટન્ટમાં ઇન્ટરપ્રિટર મોડ
હવે ગૂગલ અસિસ્ટન્ટ એક રિઅલ ટાઈમ ઇન્ટરપ્રિટર પર કામ કરશે. તેની મદદથી જૂદી જૂદી ભાષા બોલતા લોકો રિઅલ ટાઈમમાં વાતચીત કરી શકશે. તેના માટે યુઝરે હિન્દી બોલવા માટે ઓકે ગૂગલ કહીને ‘હેલ્પમી સ્પીક ઈન હિન્દી’ કહેવાનું રહેશે.
ગૂગલ લેન્સ
‘ગૂગલ લેન્સ એપ’માં પણ નવું ફીચર એડ કરવામાં આવ્યું છે. તેની મદદથી વિવિધ ભાષામાં લાગેલા પોસ્ટર, સાઈન બોર્ડ સહિતની વિગતોને પોતાની ભાષામાં સમજી શકાશે.
બોલીને ભાષા બદલી શકાશે
ગૂગલ અસિસ્ટન્ટ ભારતની 9 ભાષાઓને સપોર્ટ કરે છે, જેને અત્યાર સુધી મેન્યુઅલી સેટ કરવી પડતી હતી. હવે યુઝર ‘હે ગૂગલ ટોક ટૂ મી ઈન હિન્દી‘ જેવા કમાન્ડ આપીને પોતાની ભાષામાં ગૂગલ અસિસ્ટન્ટ સાથે વાત કરી શકશે.
ગૂગલ પે
ગૂગલ પે ના સ્પોટ પ્લેટફોર્મની મદદથી વેપારી તેમના પ્રોડક્ટ્સના તમામ કેટલોગ દર્શાવી શકશે. તેમાંથી યુઝર તેમની મનપસંદ પ્રોડક્ટ સિલેક્ટ કરીને ઓનલાઇન પેમેન્ટ કરી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2n1v5J7
No comments:
Post a Comment