
ગેજેટ ડેસ્ક: ચીનની કંપની શાઓમીએ મંગળવારે Mi મિક્સ આલ્ફા 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.કંપનીએ હાલ આ ફોનને કોન્સેપ્ટ મોડલની જેમ લોન્ચ કર્યો છે. કંપની સેમસંગ અને હુવાવેની જેમ ફોલ્ડેબલ ફોન બનાવવાની રેસમાં ભાગવા કરતાં હાલ આવા સરાઉન્ડ ડિસ્પ્લે ફોન બનાવવા પર કામ કરી રહી છે. આ ફોનમાં ફ્લેક્સિબલ સ્ક્રીન મળશે, જે યુઝરને સરાઉન્ડ ડિપ્સલેનો અનુભવ દેશે. ફોનની સાઈડમાં કોઈ બેઝલ કે બટન નથી તેની ઉપર અને નીચેની બાજુ ઘણા નાના બેઝલ છે.
કંપનીએ આ ફોનનું જથ્થાબંધ પ્રોડક્શન નહીં કરે. આ સ્માર્ટફોનની લિમિટેડ બેચનું પ્રોડક્શન આ વર્ષે ડિસેમ્બર મહિના સુધીમાં કરવામાં આવશે। સ્માર્ટફોનની કિંમત 2 લાખ રૂપિયા છે.શાઓમી કંપનીનો આ પ્રથમ ફોન છે જે આટલો મોંઘો છે. Mi મિક્સ આલ્ફા સ્માર્ટફોનને કંપનીના વિવિધ સ્ટોરમાં ગ્રાહકો માટે ડિસ્પ્લે કરવામાં આવશે અને યુઝરનો રિસ્પોન્સ પણ લેવામાં આવશે.
Mi મિક્સ આલ્ફા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 7.92 ઇંચ |
પ્રોસેસર | ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 855+ |
સિમ | ડ્યુઅલનેનો સિમ |
ફ્રન્ટ કેમેરા | - |
રિઅર કેમેરા | 108 MP+ 12 MP+ 20 MP |
રેમ | 12 GB |
સ્ટોરેજ | 512 GB |
બેટરી | 4050mAh વિથ 40 વૉટ ચાર્જિંગ સપોર્ટ |
ઓએસ | એન્ડ્રોઈડ |
રેઝોલ્યુશન | 2088x2250 પિક્સલ |
વજન | 241 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2loZYXr
No comments:
Post a Comment