Saturday, 28 September 2019

ગૂગલનાં સ્માર્ટફોન ‘પિક્સલ 4XL’ ની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ

ગેજેટ ડેસ્કઃ ન્યૂયોર્કની એક ઇવેન્ટમાં ગૂગલ તેના સ્માર્ટફોન ‘પિક્સલ 4’ અને ‘પિક્સલ 4XL’ ને 15ઓક્ટોબરે લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં જ ‘પિક્સલ 4XL ’ફોનની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. વાઇરલ થઇ રહેલી તસ્વીરમાં ફોનનો ફ્રન્ટ લુક દેખાઈ રહ્યો છે.

વાઈરસ તસવીર મુજબ ‘પિક્સલ 4XL’ ફોનમાં ફુલ વ્યૂ ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવશે. આ ફોનમાં બેઝલ એરિયા વધારે હોવાથી નોચ ડિસ્પ્લે નહીં મળે. તસ્વીરમાં ફ્રન્ટ કેમેરા, સેન્સર અને સ્પીકર ગ્રિલ જોવા મળી રહી છે.

આ પહેલાં ફોનના ફીચર પણ વાઇરલ થયા હતા તે મુજબ, ફોનને ‘જસ્ટ બ્લેક’ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. સાથે જ ફોનનાં ‘મિન્ટ ગ્રીન’ કલર વેરિઅન્ટને પણ લોન્ચ કરવામાં આવશે.

પરંતુ, ટેક નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે બન્ને પિક્સલ ફોન ‘બ્લૂ કલર’ વેરિઅન્ટમાં જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pictures of Google's smartphone 'Pixel 4XL' go viral on social media


from Divya Bhaskar https://ift.tt/2mBUf0T

No comments:

Post a Comment