Saturday, 28 September 2019

ભારતમાં ટ્રિપલ રિઅર કેમેરાવાળો LG Q60 ફોન લોન્ચ, કિંમત 13,490 રૂપિયા

ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયાની LG કંપનીએ ભારતમાં નવી મિડ રેન્જ સ્માર્ટફોન LG Q60 લોન્ચ કર્યો છે. Q સિરીઝના આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા અને DTS: X 3D સરાઉન્ડ સાઉન્ડ ટેક્નોલોજી છે. યુઝરને સારા મ્યુઝિકનો અનુભવ આપવા માટે તેમાં 7.1 ચેનલ સરાઉન્ડનો ઉપયોગ કર્યો છે. કંપનીએ આ આ વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં આ સ્માર્ટફોનલોન્ચ કર્યો હતો.

LG Q60 સ્માર્ટફોનની કિંમત 13,490 રૂપિયા છે. હાલ આ ફોન 3GB રેમ અને 64GB સ્ટોરેજના વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોન મોરોક્કન બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. કંપની આ ફોનનો સેલ 1 ઓક્ટોબરથી શરુ કરશે. ગ્રાહકો આ ફોનને ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને પ્લેટફોર્મ પરથી ખરીદી શકશે.

LG Q60 સ્માર્ટફોનના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.26 ઇંચ
એન્ડ્રોઇડ 9.0 પાઇ
રિઝોલ્યુશન 1520x720 પિક્સલ
પ્રોસેસર 2GHz ઓક્ટા કોર પ્રોસેસર
ફ્રન્ટ કેમેરા 13 MP
રિઅર કેમેરા 16 MP+2 MP+ 5 MP
​​​​રેમ 3 GB
સ્ટોરેજ 32 GB
સિક્યોરિટી રિઅર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર
બેટરી લાઈફ 3500mAh
વજન 172 ગ્રામ




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
LG Q60 With Triple Rear Cameras, MIL-STD 810G Build Launched in India


from Divya Bhaskar https://ift.tt/2mxRPjG

No comments:

Post a Comment