
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Huwei તેના મોસ્ટ અવેઇટેડ સ્માર્ટફોન ‘મેટ એક્સ’નું વેચાણ ઓક્ટોબરથી શરૂ કરશે. આ ફોનનું વેચાણ અને લોન્ચિંગ ઓક્ટોબર મહિનામાં થશે. જોકે ભારતમાં તેના લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. 5G કનેક્ટિવિટી ધરાવતો આ ફોન ફોલ્ડેબલ સ્ક્રીન સાથે આવશે. યાને કે આ ફોનના સ્ક્રીનને ફોલ્ડ કરી શકાશે અને તેને ખોલતાં જ તેના સ્ક્રીનની સાઈઝ ડબલ થઈ જશે. Huweiએ આ ફોનની ઝલક પોતાની વેબસાઈટ પર વીડિયો સાથે મૂકી છે.
‘Huwei મેટ એક્સ’નાં બેઝિક સ્પેસિફિકેશન
આ ફોનમાં Huwei હાઈસિલિકોન કિરીન 980 પ્રોસેસર અને બાલોન્ગ 5000 ચિપસેટ આપવામાં આવ્યાં છે, જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે. આ ચિપસેટથી સુપર ફાસ્ટ સ્પીડ મળશે, જેનાથી 1 GB ની સાઈઝની મૂવી 3 સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાશે. આ ફોનમાં 8 GB રેમ અને 512 GB સ્ટોરેજ ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોનમાં એન્ડ્રોઈડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે.
આ ફોનમાં એક જ તરફ ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 40 MP અને 16 MPનાં 2 રિઅર અને 8 MPનો ફ્રન્ટ કેમેરા સામેલ છે. આ તમામ કેમેરા એક જ બાજુએ એકની નીચે એક એમ ઊભી હરોળમાં ગોઠવવામાં આવ્યા છે. મજાની વાત એ છે કે એક જ બાજુએ હોવા છતાં તેના કેમેરાને ફ્રન્ટ અને રિઅર એમ બંને રીતે વાપરી શકાશે!
આ ફોનમાં 4,500 mAhની બેટરી આપવામાં આવશે, જે 55W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ આ ફોન 30 મિનિટમાં 85% ચાર્જ થઇ જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2myddp7
No comments:
Post a Comment