
ગેજેટ ડેસ્ક: ચીનની કંપની વનપ્લસે ગુરુવારે વનપ્લસ ઇવેન્ટમાં પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન વનપ્લસ 7Tની સાથે પોતાની પ્રથમ ટીવી સિરીઝ પણ લોન્ચ કરી છે. આ સિરીઝમાં વનપ્લસટીવી Q1 અને Q1 પ્રો સામેલ છે. બંને ટીવીમાં યુઝરને 55 ઇંચની ડિસ્પ્લે મળશે સાથે જ સ્પેસિફિકેશન મામલે બંને ટીવી લગભગ એક સરખા છે. કંપનીએ પોતાના પ્રથમ સ્માર્ટ ટીવી ભારતના માર્કેટમાં લોન્ચ કર્યા છે. વનપ્લસ ટીવી Q1ની કિંમત 69,900 રૂપિયા છે અને વનપ્લસ ટીવી Q1 પ્રોની કિંમત 99,900 રૂપિયા છે. આ ટીવીને ગ્રાહકો એમેઝોન ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવલ સેલ દરમિયાન ખરીદી શકશે. આ ટીવીમાં 50 વૉટના સાઉન્ડબાર મળશે.
વનપ્લસ ટીવી Q1 અને Q1 પ્રોનાં સ્પેસિફિકેશન
આ ટીવીમાં ડિસ્પ્લેની વાત કરીએ તો, તેમાં 55 ઇંચ 4K રિઝોલ્યુશન અને કસ્ટમાઈઝ્ડ QLED ડિસ્પ્લે પેનલ છે. આ એન્ડ્રોઇડ ટીવી 9.0 ઓએસ પર કામ કરે છે. વોઇસ આસિસ્ટન્ટનીમદદથી અવાજ પણ કન્ટ્રોલ કરી શકાય છે.
ટીવીને વનપ્લસ ફોન થી પણ કન્ટ્રોલ કરી શકાય છે. ફોનની ડિસ્પ્લેને સ્ક્રોલ કરીને ટીવીની ડિસ્પ્લેને પણ સ્ક્રોલ કરી શકાય છે. આ સાથે જ રિયલ ટાઈમમાં ટીવીનો સ્ક્રીનશોટ પણ યુઝર તેના ફોનમાં લઈ શકશે.
ફોન આવવા પર આ સ્માર્ટ ટીવીનો અવાક ઓટોમેટિક 100% થી 10% પર આવી જાય છે. તેમાં ગામા કલર મેજીક ફીચર છે, જેને લઈને કોઈ પણ સ્થિતિમાં સારી પિક્સચર ક્વોલિટી મળી શકે છે.
ટીવીમાં ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જેથી સાઉન્ડ અને પિક્ચરનિસ રી ક્વોલિટી મળશે. બંને ટીવીમાં કુલ 8 હાઈ ક્વોલિટીના સ્પીકર છે. ટીવીમાં યુઝરને 50 વોટનો સાઉન્ડ આઉટપુટ મળશે.
વધુમાં કંપનીના પ્રથમ સ્માર્ટ ટીવીમાં ઈન-બિલ્ટ કાસ્ટિંગની સુવિધા પણ છે, જેની મદદથી યુઝર એક જ સમયે મોબાઈલ અને ટીવીમાં ગેમ રમી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mcrCHo
No comments:
Post a Comment