
ગેજેટ ડેસ્કઃ શાઓમીએ સિલેન્ડરનો લુકઆપતું નવું ઓઉટડોર બ્લુટૂથ કરને ચીનમાં લોન્ચ કર્યું છે. આ સ્પીકર આઈપી55 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ છે. આ સ્પીકરમાં બ્લુટૂથ 5.0 અને USB ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે. આ સ્પીકરને ફેબ્રિક અને સોફ્ટ પ્લાસ્ટિકથી બનાવવામાં આવ્યું છે.
આ સ્પીકરમાં 52mmના ડ્રાઈવર્સ આપવામ આવ્યા છે. સ્પીકરની કિંમત 199 ચીની યુઆન આશરે 2 હજાર રૂપિયા છે. જોકે આ સ્પીકરને ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ સ્પીકરમાં 2000 mAhની બેટરી આપવામાં આવી છે, જે સતત 8 કલાક સુધી મ્યૂઝિક પ્લેબેક આપે છે. આ સ્પીકરમાં વન બટન હેન્ડ્સ ફ્રી કોલિંગ ફીચર આપવામાં આવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lDPALq
No comments:
Post a Comment