
ગેજેટ ડેસ્ક: સેમસંગ કંપનીએ શુક્રવારે ગેલેક્સી એ સિરીઝનો લેટેસ્ટ ફોન ગેલેક્સી A70s લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોને ભારતના માર્કેટમાં પોતાનું પ્રથમ ગ્લોબલ ડેબ્યૂ કર્યું છે. આ કંપનીનો પ્રથમ સ્માર્ટફોન છે જેમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલનો છે. સેલ્ફી લેવા માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફોન છે. ફોનમાં 4500 mAhની બેટરી છે.
કંપનીએ આ ફોનના બે વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. ગ્રાહકો આ ફોનને ક્રશ રેડ, પ્રિઝ્મ ક્રશ બ્લેક અને પિઝ્મ ક્રશ વ્હાઇટ કલરમાં ખરીદી શકશે. આ બંને વેરિઅન્ટનું વેચાણ આજથી એટલે કે 28 સપ્ટેમ્બરથી શરુ થઈ ગયું છે.
6 GB રેમ + 128 GB સ્ટોરેજ | 28,999 રૂપિયા |
8 GB રેમ + 128 GB સ્ટોરેજ | 30,999 રૂપિયા |
ગેલેક્સી A70s ફોનના સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 6.7 ઇંચ |
ડિસ્પ્લે ટાઈપ | ફુલ એચડી પ્લસ, 1080x2400 રિઝોલ્યુશન, સુપર એમોલ્ડ ડિસ્પ્લે |
સિમ ટાઈપ | ડ્યુઅલ નેનો ટાઈપ |
ઓએસ | વનટચ યુઆઈ વિથ એન્ડ્રોઇડ 9 પાઇ |
પ્રોસેસર | ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 |
રેમ | 6 GB/ 8 GB |
સ્ટોરેજ | 128 GB |
રિઅર કેમેરા | 64 MP+ 8MP + 5MP |
ફ્રન્ટ કેમેરા | 32MP |
સિક્યોરિટી | ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર |
બેટરી | 4500 mAh બેટરી વિથ 25 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nZI9yR
No comments:
Post a Comment