
ગેજેટ ડેસ્કઃ સોશિયલ નેટવર્કિંગ જાયન્ટ ફેસબુકે ગુરુવારે જાહેરાત કરી છે કે તેના પ્લેટફોર્મ પરથી લાઈકની સાથે આંકડો બતાવવાનું ફીચર હાઇડ કરવામાં આવશે. આ ફીચર હાઇડ કરવાનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટેક્નોલોજી વેબસાઈટ ‘ટેક ક્રન્ચ’ના રિપોર્ટ અનુસાર આ ટેસ્ટિંગની શરૂઆત ઓસ્ટ્રેલિયાથી કરવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ યુઝરના સોશિયલ મીડિયા પ્રેશરને ઓછું કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ટેસ્ટિંગ પછી લાઈક, રિએક્શન અને વીડિયો કાઉન્ટ્સને પ્રાઇવેટ કરવામાં આવશે. યાને કે ફેસબુકના ફ્રેન્ડલિસ્ટમાં રહેલી વ્યક્તિઓનાં સ્ટેટસ પર કેટલી લાઈક્સ અને અન્ય રિએક્શન્સ આવ્યાં તેનો આંકડો જાણવા મળશે નહીં.
ફેસબુકે જણાવ્યું કે તે પોતાના સોશિયલ મીડિયાનાં માધ્યમને યુઝર ફ્રેન્ડલી બનાવવા માગે છે. યુઝર ફેસબુક પર લાઈકની ગણતરીની જગ્યાએ ફોટો અને વીડિયો શેર પર ધ્યાન આપે તે મહત્ત્વનું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nvoypT
No comments:
Post a Comment