Friday, 27 September 2019

એમેઝોને એલેકસા બેઝ્ડ ઇકો ‘લૂપ’ અને ‘ફ્રેમ’ ડિવાઇસ લોન્ચ કર્યા

ગેજેટ ડેસ્કઃ ઈ-કોમર્સ કંપની એમેઝોન એલેક્સામાં ઇનોવેશન કરતી રહેતી હોય છે. કંપનીએ એલેકસા બેઝ્ડ નવા 2 ડિવાઇસ ‘ઇકો લૂપ’ અને ‘ઇકો ફ્રેમ’ લોન્ચ કર્યા છે. એલેક્સા બેઝ્ડ સ્માર્ટ રિંગ ઇકો લૂપને હાથની આંગળીઓમાં અંગૂઠીની જેમ પહેરી શકાય છે. તેની કિંમત 9,220 રૂપિયા છે. ઇકો ફ્રેમમાં યુઝર તેનો ઉપયોગ નંબરના ચશ્માની જેમ કરીને પોતાની જરૂરિયાત મુજબ લેન્સ લગાડી શકે છે. તેની કિંમત 12,700 રૂપિયા છે. આ બંને ડિવાઈસની વેચાણ 16 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર તેનું એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ઈકો લૂપ

  • એલેક્સા બેઝ્ડ આ સ્માર્ટ રિંગ ઈકો લૂપન સ્ક્રેચ અને વોટર રઝિસ્ટન્સ છે. તેમાં નીચેની તરફ એક નાનું બટન આપવામાં આવ્યું છે, જેની મદથી કોલિંગ કરી શકાય છે.
  • એલેક્સા સથવા અન્ય યુઝર સાથે વાત કરવા માટે આ લૂપને કાનની જોડે રાખવું પડે છે, જેથી ફોન કોલ અને અન્ય કમાન્ડને એલેક્સા સહેલાઈથી સાંભળી શકે.
  • આ રિચાર્જેબલ લૂપ ફુલ ચાર્જ થવામાં 90 મિનિટનો સમય લગાડે છે. ફુલચાર્જમાં તે 24 કલાકનું બેકઅપ આપે છે.
  • આ લૂપ એલેક્સા એપનાં માધ્ય્મથી એલેક્સાથી કનેક્ટ થાય છે. આ સિવાય સિરી/ગૂગલ અસ્ટિસ્ટન્ટની મદદથી પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

ઈકો ફ્રેમ

  • ઇકો ફ્રેમનો ઉપયોગ હાથ લગાવ્યા વગર પણ કરી શકાય છે.
  • ઇકો ફ્રેમને ચશ્માંની જેમ જ ને પહેરીને એલેકસાની મદદથી ફોન કોલ કરી શકાય છે. આ સિવાય રિમાઈન્ડર સેટ અને સ્માર્ટ હોમ ડિવાઇસ કન્ટ્રોલ કરી શકાય છે.
  • ઇકો ફ્રેમમાં VIP ફિલ્ટર લગાવવામા આવ્યા છે. તેની મદદથી માત્ર યુઝરને જ ફોનના નોટિફિકેશનનો અવાજ સંભળાય છે. તે આજુબાજુના અન્ય અવાજને પણ ફિલ્ટર કરે છે.
  • આ ફ્રેમમાં કોઈ ડિસ્પ્લે કે કેમેરા આપવામાં આવ્યો નથી, જેથી લાઈટવેટ ફ્રેમને દિવસભર પહેરી શકાય છે.
  • આ ફ્રેમમાં 4 માઈક્રો સ્પીકર લગાવવામાં આવ્યા છે. આ સ્પીકર્સમાં ઓપન-ઈયર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીના ઉપયોગથી સ્પીકર્સનો અવાજ સીધો કાનમાં જ પહોંચે છે અને યુઝર સિવાય આસપાસના લોકોને તેનો અવાજ સંભળાતો નથી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amazon launches Alexa-based Echo 'Loop' and 'Frame' devices


from Divya Bhaskar https://ift.tt/2mikusT

No comments:

Post a Comment