
ગેજેટ ડેસ્ક: શાઓમી કંપનીએ ભારતના માર્કેટમાં પોતાનો નવો લો બજેટ રેડમી 8A સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે, જેની શરૂઆત 6499 રૂપિયાથી થાય છે. સ્ક્રીનમાં મજબૂતી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપ્યો છે. ફોનમાં 5000mAHhની બેટરી છે. કંપનીએ આ ફોન સૌથી પ્રથમ ભારતમાં લોન્ચ કર્યો છે. તેનો સેલ 29 સપ્ટેમ્બરે રાત્રે 12 વાગ્યે શરુ થશે.
2GB રેમ + 32GB સ્ટોરેજ | 6499 રૂપિયા |
3GB રેમ + 32GB સ્ટોરેજ | 6999 રૂપિયા |
લોન્ચિંગ ઇવેન્ટમાં આ ફોનને 5 ફૂટની ઊંચાઈ પરથી પટકીને તેની સ્ક્રીનની મજબૂતીનો લાઈવ ટેસ્ટ બતાવ્યો હતો. એટલું જ નહીં, પણ આ ફોન પર પાણી નાખવાથી પણ કંઈ નુકસાન નહીં થાય. લાઈવ ડેમોમાં સ્ક્રીન પર એક ગ્લાસ પાણી નાખીને પણ બતાવ્યું હતું.
વાયરલેસ FM રેડિયોથી લેસ
કંપનીએ આ ફોનમાં વાયરલેસ FM રેડિયો ફીચર પણ આપ્યું છે. એટલે કે રેડિયો માટે યુઝરે ઈયરફોન લગાવવાની જરૂર નહીં પડે.
રેડમી 8A ફોનના સ્પેસિફિકેશન
ડિસ્પ્લે | 6.22 HD ડિસ્પ્લે |
પ્રોસેસર | ક્વાલકોમ સ્નેપડ્રેગન 439 ઓક્ટા-કોર |
રેમ | 2 GB અને 3 GB |
સ્ટોરેજ | 32GB + 512GB મેમરી કાર્ડ |
સિમ | ડ્યુઅલ સિમ |
રિઅર કેમેરા | 12 મેગાપિક્સલ |
ફ્રન્ટ કેમેરા | 8 મેગાપિક્સલ |
બેટરી | 5000mAHh |
ચાર્જર | 10 વોટ, 18 વોટ સપોર્ટ |
ઓએસ | એન્ડ્રોઇડ 9 બૅઝડ MIUI 10 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2li92x9
No comments:
Post a Comment