
ગેજેટ ડેસ્કઃ અમેરિકાની એન્જિનિઅરિંગ એન્ડ રોબોટિક્સ કંપની ‘બોસ્ટન ડાયનામિક્સ’ એ ‘એટલસ’ રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટ માણસોની જેમ દોડી, ચાલી અને સીડી ચઢી શકે છે. વૈજ્ઞાનિકોએ આ રોબોટ બનાવવામાં નવા ઓપ્ટિમાઇઝેશન અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો છે, જેની મદદથી આ રોબોટ પ્રોફેશનલ જિમ્નાસ્ટની જેમ કરતબ કરી શકે છે. કંપની મુજબ આ રોબોટ માણસ જે કામ કરવા માટે વિચાર કરે તેને સરળતાથી કરી શકે છે. આ રોબોટ સહેલાઈથી હાથના ટેકે ચાલી શકે છે સાથે જ તે એક જિમ્નાસ્ટની જેમ 360 ડિગ્રી સ્પિનિંગ જમ્પ પણ લગાવી શકે છે.
‘એટલસ’ એક ખાસ કન્ટ્રોલર છે, જેની મદદથી તે મોશન ટ્રેક કરે છે. આ કન્ટ્રોલરની મદદથી આ રોબોટ એક પછી એક વિવિધ પ્રકારના કરતબ કરી શકે છે.
આ રોબોટ સફૂર્તીલો છે. કંપની મુજબ તેનો સક્સેસ રેટ 80% છે. કંપનીએ આ રોબોટના લિમિટેડ યુનિટ્સ તૈયાર કર્યાં છે.
કંપનીના જણાવ્યા મુજબ 5 ફૂટ લાંબા એટલસમાં દુનિયાની સૌથી કોમ્પેક્ટ હાઇડ્રોલિક સિસ્ટમ છે. તેમાં કુલ 28 હાઇડ્રોલિક જોઇન્ટ્સ છે.
આ રોબોટનું વજન 80 કિલો છે અને તેમાં 3D પ્રિન્ટેડ પાર્ટ્સ લગાવવામાં આવ્યા છે. આ રોબોટનો ઉપયોગ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lfkHN1
No comments:
Post a Comment