
ગેજેટ ડેસ્ક: મંગળવારે ચીનની કંપની શાઓમીએ એમઆઈ ટીવી પ્રો, એમઆઈ મિક્સ આલ્ફા સ્માર્ટફોનની સાથે Mi એરડોટ્સ પ્રો 2ને પણ લોન્ચ કર્યા છે. આ એરબર્ડસમાં ડ્યુઅલમાઈક્રો ફોન જેવી સુવિધા મળશે.
હાલ કંપનીએ આ પ્રોડક્ટ માત્ર ચીનમાં જ લોન્ચ કરી છે. ચીનમાં આ પ્રોડક્ટ્નું વેચાણ 27 સપ્ટેમ્બરથી શરુ થશે. ચીનમાં Mi એરડોટ્સ પ્રો 2ની કિંમત 4 હજાર રૂપિયા છે. આ એરડોટ્સ માત્ર વ્હાઇટ કલરમાં જ ઉપલબ્ધ છે. તો બીજી તરફ Mi પાવરબેન્ક 3ને ફાસ્ટ મોડલ ચાર્જ સાથે લોન્ચ કરી છે, જેની કિંમત 3000 રૂપિયા છે.
Mi એરડોટ્સ પ્રો 2ના સ્પેસિફિકેશન
આ એરડોટ્સની ડિઝાઇન એપલના એરબર્ડસ જેવી જ છે. યુઝરના કાનમાં આરામથી ફિટ થઇ જાયે અને આજુબાજુનો અવાજ ન આવે તે રીતની ડિઝાઇન છે. તેમાં બ્લુટૂથ વર્ઝન 5.0 અને એલડીએચસીના હાઇ રેઝોલ્યુશન ઓડિયોને સપોર્ટ કરે છે. એરડોટ્સમાં ઇન્ફ્રારેડ સેન્સર લાગેલા છે, જેથી એરબર્ડ કાનની બહાર નીકળવાની સાથે જ સોન્ગ ઓટોમેટિક બંધ થઈ જાય છે. તેમાં અવાજ અને સોન્ગ બદલવા માટે ટચ કન્ટ્રોલની સુવિધા છે.એરડોટ્સનું વજન 4.5 ગ્રામ છે, જેને એન્ડ્રોઇડ અને આઈઓએસ એમ બંને ડિવાઇસમાં વાપરી શકાય છે.આ એરડોટ્સને ફુલ ચાર્જ માટે એક કલાકનો સમય લાગે છે, જે યુઝરને 4 કલાકનો પ્લેબેક ટાઈમ અને 14 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ આપે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mM9AM2
No comments:
Post a Comment