
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપોએ તેનો ‘A’ સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘Oppo A11x’ ને ચીનમાં લોન્ચ કર્યો છે. આ ફોન ભારતમાં લોન્ચ થયેલા ઓપો ‘A9 2020‘ નું ચાઈનીઝ વર્ઝન છે. કંપની આ ફોનને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ ફોનમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ, વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે અને રિઅર ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
આ ફોનને 8 GB રેમ અને 128 GB સ્ટોરેજના એક માત્ર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત 1,799 ચીની યુઆન એટલે કે આશરે 18,000 રૂપિયા છે. આ ફોનને મરીન ગ્રીન અને સ્પેસ પર્પલ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
‘Oppo A11x’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે ટાઈપ | HD+ (720x1600) ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન |
ડિસ્પ્લેસાઈઝ | 6.5 ઈંચ |
OS | એન્ડ્રોઇડ 9 પાઈ |
પ્રોસેસર | ઓક્ટાકોર સ્નેપડ્રેગન 655 |
રિઅર કેમેરા | 48 MP (પ્રાઈમરી કેમેરા) + 8 MP (અલ્ટ્રા વાઈડ એંગલ) + 2 MP (મોનોક્રોમ શૂટર) + 2 MP (ડેપ્થ સેન્સર) |
ફ્રન્ટ કેમેરા | 16 MP |
રેમ | 8 GB |
સ્ટોરેજ | 128 GB |
બેટરી | 5,000 mAh |
વજન | 195 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lHNni9
No comments:
Post a Comment