Monday, 30 September 2019

'Asus ROG Phone 2' નું વેચાણ શરૂ, AXIS બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ પર 10%નું ડિસ્કાઉન્ટ

ગેજેટ ડેસ્ક. Asus ROG Phone 2નો પહેલો સેલ આજ બપોરથી શરૂ થયો. તેનો આવતો સેલ 8 ઓક્ટોબરે શરૂ થશે. Asusના લેટેસ્ટ ફોનને ઈ-કોમર્સવેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. આસુસ રોગ ફોન 2માં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર છે. ગેંમિગ પ્રેમીઓ માટે આ ફોન બનાવવામાં આવ્યો છે.સ્માર્ટફોનમાં 120 હર્ટ્ઝ એમોલેડ ડિસ્પ્લે છે અને 30 વોટ રોગ હાઈપરચાર્જર ટેક્નોલોજીની સાથે આવે છે. ફોનમાં 12GB સુધી રેમ અને 512GB યૂએફસી3.0 ઈનબિલ્ટ સ્ટોરેજ છે. આસુસ રોગ ફોન 2 ગેમિંગ માટે અપગ્રેડેડ અલ્ટ્રાસોનિક એર ટ્રિગર્સ 2 અને ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવે છે.

ઓફર

લોન્ચિંગ ઓફર અંતર્ગત ફ્લિપકાર્ટથી ICICI બેંકના ક્રેડિટ કાર્ડ અને AXIS બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ફોનની ખરીદી કરવાથી 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સિવાય 6 મહિના માટે નો-ઇએમઆઇ કોસ્ટની સુવિધા પણ મળશે. ‘રોગ ફોન 2’ સિવાય આસુસ કંપનીએ 19,999 રૂપિયાનું ટ્વિનવ્યુડોક, 12,999 રૂપિયાનું મોબાઈલ ડેસ્કટૉપ સ્ટેશન, 9,999 રૂપિયાનું રોગ કુનાઈ ગેમપેડ અને 1,999 રૂપિયાનું 30 વૉટનું ચાર્જર પણ લોન્ચ કર્યું છે.

'આસુસ રોગ ફોન-2’નાં બેઝિક સ્પેસિફિકેશન'

ડિસ્પ્લે સાઈઝ 6.59 (1080x2340)
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે, ગોરિલા ગ્લાસ 6 પ્રોટેક્શન
OS એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર
રેમ 8 GB/12 GB
સ્ટોરેજ 128 GB/512 GB
રિઅર કેમેરા 48 MP (પ્રાઈમરી સેન્સર) + 13 MP (વાઈડ એન્ગલ કેમેરા વિથ 125 ડિગ્રી વ્યૂ)
ફ્રન્ટ કેમેરા 24 MP
બેટરી 6000mAh વિથ ક્વિક ચાર્જ 4.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
10% discount on AXIS Bank credit / debit card from 'Asus ROG Phone 2'


from Divya Bhaskar https://ift.tt/2oCaETF

No comments:

Post a Comment