Tuesday, 1 October 2019

એમેઝોન મ્યૂઝિક સહિત 9 એપને ‘પિક્સલ 4’ સપોર્ટ કરશે, સોલી ટેક્નોલાજીથી માત્ર હાથના ઈશારે ગીત બદલી શકાશે

ગેજેટ ડેસ્કઃ ગૂગલે તેના અપકમિંગ સ્માર્ટફોન ‘પિક્સલ 4’ અને ‘પિક્સલ 4 XL’માં નવું ‘મોશન સેન્સ મોડ’ ફીચર ઉમેર્યુ છે. કંપનીના જણાવ્યા અનુસાર આ મોડ 9 મ્યૂઝિક એપને સપોર્ટ કરશે. પિક્સલના બંને સ્માર્ટફોનમાં રડાર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેની મદદથી સ્ક્રીનને ટચ કર્યા વગર હાથના ઈશારે એપ્સને કન્ટ્રોલ કરી શકાશે.

ફેશિયલ રેકગ્નિશન ફીચર
પિક્સલ 4 ફોનનું મોશન સેન્સ મોડ એમેઝોન મ્યૂઝિક, ડિઝર, ગૂગલ પ્લે મ્યૂઝિક, આઇહાર્ટ રેડિયો, પાંડોરા, સ્પોટિફાય, સ્પોટિફાય સ્ટેશન્સ, યૂટ્યુબ મ્યૂઝિક અને યૂટ્યુબ જેવી એપને સપોર્ટ કરે છે.

ગૂગલ બ્લોગ પોસ્ટ પ્રમાણે નવા પિક્સલ ફોનમાં મોશન સેન્સિંગ ટેક્નોલોજી આપવામાં આવશે. તે એક શોર્ટ રેન્જ રડારની જેમ કામ કરશે. તેની મદદથી યુઝર ફોનને દૂર રાખીને પણ હાથના ઈશારે ફોનને કન્ટ્રોલ કરી શકશે.

આ ટેક્નોલોજીને ‘સોલી’ નામ આપવામાં આવ્યું છે. આ ટેક્નોલોજીની મદદથી યુઝર સ્ક્રીન પર ટચ કર્યા વગર ગીત બદલી શકશે, અલાર્મ બંધ કરી શકશે અને ફોન કોલને સાયલન્ટ કરી શકશે.

સોલી ટેક્નોલાજીમાં ફેશિયલ રેકગ્નાઈઝેશન સોફ્ટવેર પણ આપવામાં આવ્યું છે. ફોનમાં રડાર ટેક્નોલોજી પહેલાંથી જ જાણી લેશે કે યુઝર ફોનને ક્યારે હાથમાં લેશે. ફોનની નજીક કોઈ જશે તો ફોન એક્ટિવ થઈને ફેશિઅલ રેકગ્નાઈઝેશન સક્રિય કરી દેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Pixel 4' will support to 9 apps Soli technology can change song and change other things by hand gestures


from Divya Bhaskar https://ift.tt/2mw2LOR

No comments:

Post a Comment