
ગેજેટ ડેસ્કઃ દેશનો પ્રથમ 64MP રિઅર કેમેરાવાળો સ્માર્ટફોન ‘રિઅલમી XT’ના 16 સપ્ટેમ્બરના પ્રથમ સેલ બાદ ફરી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ ફોનને ફ્લિપકાર્ટ અને રિઅલમીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટ પર ચાલતા ‘બિગ બિલિયન ડે’ અને ‘રિઅલમી ફેસ્ટિવ ડે’ સેલ અંતર્ગત આ ફોનનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટ પર ચાલતા સેલમાં આ ફોનનું વેચાણ 4 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.
ઓફર
રિઅલમીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનની ખરીદી પર 1 વર્ષની એડિશનલ વૉરંટી આપવામાં આવશે.
ICICI બેંકના ક્રેડિટ કાર્ડથી EMI પેમેન્ટ કરવાથી 10%નું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય પણ અન્ય બેંકોના કાર્ડ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
વેરિઅન્ટની કિંમત
4GB રેમ + 64GB સ્ટોરેજ | 13,999 રૂપિયા |
6GB રેમ + 64 GB સ્ટોરેજ | 14,999 રૂપિયા |
8GB રેમ + 128 GB સ્ટોરેજ | 16,999 રૂપિયા |
‘Realme XT’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લેસાઈઝ | 6.4 ઈંચ |
ડિસ્પ્લેટાઈપ | ફુલ HD+, સુપર AMOLED, વોટરડ્રોપ નોચ, ગોરિલા ગ્લાસ |
OS | એન્ડ્રોઈડ 9 પાઈ |
પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 712 |
રેમ | 4GB/6GB/8GB |
સ્ટોરેજ | 64GB/128GB |
રિઅર કેમેરા | 64MP (સેમસંગ ISOCELL બ્રાઈટ GW1 સેન્સર)+ 8MP( અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ )+ 2MP (મેક્રો લેન્સ )+2MP (ડેપ્થ સેન્સર) |
ફ્રન્ટ કેમેરા | 16MP |
ક્નેક્ટિવિટી | USB ટાઈપ-C પોર્ટ, 3.5MM હેડફોન જેક |
બેટરી | 4000mAh વિથ 20W VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2owxDzj
No comments:
Post a Comment