
ગેજેટ ડેસ્કઃ લેનોવા મોટોરોલાએ 15 વર્ષ પહેલાં હિટ થયેલો સ્માર્ટફોન રેઝરને ફરી માર્કેટમાં લાવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કંપની તેને કેલિફોર્નિયાના લોસ એન્જલિસમાં 13 નવેમ્બરે યોજાનારી એક ઇવેન્ટમાં લોન્ચ કરશે. આ ફોનની ખાસિયત તેની ફોલ્ડેબલ સ્ક્રીન છે. આ ફોનનાં લોન્ચિંગથી ગેલેક્સી ફોલ્ડ અને હુવાવે મેટ એક્સને સારી એવી ટક્કર મળશે.
આ ફોનનાં મીડિયા ઇન્વિટેશનનાં સાઈડ પર ફોન મોટોરોલા રેઝર જેવો લુક જોવા મળ્યો છે. આ ઇન્વિટેશન પર 'An original unlike any other' લખવામાં આવ્યું છે. સાથે જ નીચેની તરફ 13 નવેમ્બર 2019 તારીખ લખવામાં આવી છે.
વર્ષ 217માં કંપની પેટેન્ટ કરાવી ચૂકી છે
આ ફોન અન્ય ફોલ્ડેબલ સ્માર્ટફોન કરતા લુકમાં એકદમ અલગ છે. આ ફોનને અંદરની તરફ ફોલ્ડ કરી શકાય છે. આ ફોન તેનાં રેઝર ફ્લિપ મોડલની જેમ ફોલ્ડ થશે. કંપનીએ આ ફોન માટે વર્ષ 2017માં પેટન્ટ પણ ફાઈલ કરાવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનને 4GB+ 64 GB અને 6GB+128GBનાં વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
કંપનીએ 15 વર્ષ પહેલાં પ્રથમ વખત મોટોરોલા રેઝર લોન્ચ કર્યો હતો, જેમાં ફિઝિકલ કી-પૅડ આપવામાં આવ્યું હતું. નવા રેઝર મોડલમાં ફોલ્ડેબલ સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોન અન્ય ફોનની સરખામણીએ સસ્તો હોઈ શકે છે. ફોનની અંદાજિત કિંમત 1 લાખ રૂપિયાની છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MPMxdT
No comments:
Post a Comment