Thursday, 31 October 2019

12 લાખ ભારતીયોનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ડેટા ચોરી થયો, ડેટાને હેકર ઓનલાઇન વેચી રહ્યા છે

ગેજેટ ડેસ્કઃ ભારતમાં ઓનલાઇન ડેટા લીક થવાના સમાચાર સામે આવ્યા છે. સાઇબર ટેક એક્સપર્ટ પવન દુગ્ગલ અનુસાર આ ડેટા ચોરી આ વર્ષની સૌથી મોટી હેકિંગ છે. ચોરી કરવામાં યુઝરના ડેટાનું ઓનલાઇન વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેમાં મહત્ત્વપૂર્ણ ટ્રેક-2 ડેટા ચોરી થયો છે, જે કાર્ડની મેગ્નેટિક સ્ટ્રિપમાં હોય છે. તેમાં યુઝરની પ્રોફાઈલ અને લેવડ-દેવડની જાણકારી હોય છે.

સિંગાપુરની સાઇબર ડેટા એનાલિસિસ કરતી કંપની આઈબી અનુસાર હેકર્સની વેબસાઈટ 'જોકર સ્ટેશ' પર ચોરી કરવામાં આવેલાં 13 લાખ બેંક કાર્ડની માહિતીનું વેચાણ થઈ રહ્યું છે. તેમાંથી 98% ભારતીય લોકોનો ડેટા છે અને 8% ડેટા એક જ બેંકનો છે. એક કાર્ડનો ડેટા 100 ડોલર આશરે 7 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યો છે.

બેંકએ મોટાં ટ્રાન્જેક્શન વેરિફાય કર્યા પછી જ ક્લિઅર કરવાં જોઈએ
બેંકએ મોટા ટ્રાન્જેક્શન ગ્રાહક સાથે વાત કર્યા પછી જ ક્લિઅર કરવા જોઈએ. RBIના નિયમો અનુસાર કાર્ડના દુરપયોગમાં ગ્રાહકની ભૂલ ન હોય તો નુકસાનની ચૂકવણી બેંકએ કરવાની હોય છે.

ટ્રાન્જેક્શન માટે ઉપયોગી કાર્ડમાં સીમિત પૈસા જ રાખવા જોઈએ
અસુરક્ષિત વેબસાઈટ પર ઓનલાઇન ટ્રાન્જેક્શનથી બચવું જોઈએ. જે કાર્ડથી ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવાનું હોય તેમાં સીમિત પૈસા જ રાખવા જોઈએ.

સરકારે પેમેન્ટ નેટવર્ક સુરક્ષિત બનાવવા જોઈએ
ભારતનાં પેમેન્ટ નેટવર્ક અસુરક્ષિત છે. દેશમાં સખત સુરક્ષા કાયદાની જરૂરત છે.

જોકર્સ સ્ટેશ પરથી ગુનેગારો પેમેન્ટ કાર્ડની ડિટેઈલ્સની ખરીદી કરે છે. કાર્ડની ક્લોનિંગ કરીને પૈસા ચોરી કરી શકાય છે. આ ગ્રૂપ અત્યારસુધીમાં દુનિયાભરનાં 1 કરોડથી વધારે ગ્રાહકોનાં કાર્ડને હેક કરી ચૂક્યું છે. આ ગ્રૂપ ટ્રમ્પ પ્રસાશનના ઓફિસરોની સોશિયલ સિક્યોરિટી નંબર પણ વેચી ચૂક્યા છે.

જોકર્સ સ્ટેશ ગ્રૂપ ડેટા નેટવર્કને હેક કરીને યુઝરની ડિટેઈલ્સ ચોરી કરે છે. અત્યાર સુધીમાં આ ગ્રૂપે 7 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગ્રૂપનું સંચાલન કોણ કરે છે તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી પરંતુ એવું અનુમાન છે કે આ લોકો રશિયાના હેકર્સ હોઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Credit and debit card data of 12 lakh Indians stolen, hackers selling data online


from Divya Bhaskar https://ift.tt/337hQGI

No comments:

Post a Comment