Thursday, 31 October 2019

ઉબર ઇટ્સએ ફૂડ ડિલિવરી ડ્રોન રજૂ કર્યો, 20 કિલોમીટરના અંતર સુધી 18 મિનિટમાં પાર્સલ ડિલિવર કરશે

ગેજેટ ડેસ્કઃ કંપનીએ તાજેતરમાં ફૂડ ડિલિવરી કરતો ઇલેક્ટ્રિક ડ્રોનને ફોર્બ્સ 30 અન્ડર 30 સમિટમાં રજૂ કરવામાં આવ્યો છે. વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરતા આ ડ્રોનમાં 6 રોટર લગાવવામાં આવ્યા છે. આ ડ્રોનનું ઓફિશિયલ ટેસ્ટિંગ વર્ષ 2020માં કરવામાં આવશે. ફુલ ચાર્જિંગ પર આ ડ્રોન 20 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશે.

ડ્રોનની વિશેષતાઓ

  • આ નવો ઇલેક્ટ્રિક ડ્રોન એક સાથે 2 લોકોના ફૂડ ઓર્ડર સરળતાથી કરી શકે છે. ડ્રોનમાં પાવરફુલ બેટરી આપવામાં આવી છે. ફુલ ચાર્જિંગમાં ડ્રોન 20 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.
  • આ ડ્રોન પાર્સલ લોડ કરીને ડિલિવરી કરવા સુધી 18 મિનિટનો સમય લગાડશે.
  • ડ્રોનને ટ્રેક કરવા માટે ઉબર કંપની એરસ્પેસ મેનેજમેન્ટ સિસ્ટમ 'એલિવેટ ક્લાઉડ સિસ્ટમ'નો ઉપયોગ કરશે.
  • આ ડ્રોનની ટાઈમ લિમિટ ઓછી હોવાથી તેને ફૂડ ડિલિવરીના નાના ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવશે.
  • ડ્રોન દ્વારા પાર્સલની ડિલિવરી કર્યા બાદ ડ્રાઇવર તેને ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે.
  • આ ડ્રોનનો ઉપયોગ ખરાબ વાતાવરણ અને ટ્રાફિકમાં ઝડપી ફૂડ ડિલિવરી માટે કરામાં આવશે
  • ડ્રોનથી ફૂડ ડિલિવરીની શરૂઆત થોડા મહિના પછી સેન ડિયાગોમાં કરવામાં આવશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Uber Eats Introduces Food Delivery Drone, Will Deliver Parcel In 18 Minutes Up To 20 Km


from Divya Bhaskar https://ift.tt/2BVxoRU

No comments:

Post a Comment