
ગેજેટ ડેસ્કઃ ગૂગલે તેનાં ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ 'ગૂગલ પે'ને પહેલાં કરતાં વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવ્યું છે. ગૂગલે તેના પેમેન્ટ એપમાં બાયોમેટ્રિક સિક્યોરિટી ફીચર (2.100) વર્ઝન ઉમેર્યું છે. આ નવા ફીચરની મદદથી મની ટ્રાન્સફર કરવા માટે હવે યુઝરને પિન સબમિટ કરવાની જરૂરત નહીં રહે.
આ નવાં ફીચરની મદદથી ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નાઇઝનાં માધ્યમથી પણ મની ટ્રાન્સફર કરી શકાશે. તાજેતરમાં આ ફીચર એન્ડ્રોઇડ 10 પર રન કરતા ડિવાઇસ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે ભારતનાં યુઝરે આ ફીચરનો ઉપયોગ કરવા માટે થોડી રાહ જોવી પડશે.
આ નવાં બાયોમેટ્રિક એપીઆઈ ફીચરને પારંપરિક પિન સિક્યોરિટી ફીચરથી રિપ્લેસ કરવામાં આવ્યું છે. ભારતના યુઝરે હાલમાં UPIનાં માધ્યમથી જ પેમેન્ટ કરવાનું રહેશે.
યુઝરને આ નવું ફીચર સેન્ડિંગ મની સેક્શનની નીચે જોવા મળશે. યુઝર પિનથી બાયોમેટ્રિક સિક્યોરિટીમાં શિફ્ટ કરી શકાશે. પેમેન્ટને વધારે સુરક્ષિત બનાવવા માટે યુઝર બંને ઓપ્શનનો ઉપયોગ કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ એનએફસી પેમેન્ટ માટે નહીં કરી શકાય.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JEfh7c
No comments:
Post a Comment