
ગેજેટ ડેસ્ક: એપલ કંપનીના સીઈઓ અને કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સે બનાવેલ દુર્લભ કમ્પ્યૂટરની હરાજી થવાની છે. રિપોર્ટ પ્રમાણે એપલ-1 ઈ-કોમર્સ વેબસાઈટ ઈબે પર વેચાણ મૂક્યું છે. તેની કિંમત 12.5 કરોડ રૂપિયા રાખી છે. આ કમ્પ્યૂટરમાં વુડન કેસિંગ આપ્યું છે. આ કમ્પ્યૂટરને સ્ટીવ જોબ્સે અને એપલના કો-ફાઉન્ડર સ્ટીવ વોજનિએકે બનાવ્યું હતું.
રિપોર્ટ પ્રમાણે કમ્પ્યૂટરરને સેલ કરનાર તેના બીજા માલિક છે, તેમની પાસે આ કમ્પ્યુટર વર્ષ 1978થી છે. આ કમ્પ્યુટર હાલ પણ ચાલુ કન્ડિશનમાં છે. આ કમ્પ્યૂટરની આટલી વધારે કિંમત પર તેના માલિકે જણાવ્યું કે, આ એક દુર્લભ કમ્પ્યૂટર છે અને આવા કમ્પ્યૂટર દુનિયામાં માત્ર 6 જ છે. આ કમ્પ્યૂટરનું વુડનકેસિંગ તેના બોર્ડને વર્ષો સુધી બચાવી રાખે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32TrXPo
No comments:
Post a Comment